અપકમિંગ / 2019 મિની જોહ્ન કૂપર વર્ક્સ ભારતમાં 9 મેના રોજ લોન્ચ થશે

  • બીએમડબલ્યુ  Mini John Cooper Works (JCW)નું ફેસલિસ્ટ વર્ઝન લોન્ચ કરશે
  • કારનું એન્જીન 8 સ્પીડ ઓટોમેટિક અને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશનથી સજ્જ છે
Divyabhaskar.com Apr 17, 2019, 12:24 PM IST
ઓટો ડેસ્ક. બીએમડબલ્યુ ભારતમાં 9 મેના રોજ Mini John Cooper Works (JCW)નું ફેસલિસ્ટ વર્ઝન લોન્ચ કરશે. આ સ્ટાઇલિશ કારને પહેલી વખત ડિસેમ્બર 2018માં કંપનીએ રજૂ કરી હતી. આ મિની કૂપરના શાનદાર વેરિએન્ટ છે. સ્ટાઇલિશ લુક ધરાવતી આ કાર માત્ર 6.3 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિકલાકની ઝડપ આપે છે. તેમા કન્વર્ટિબલ વેરિએન્ટને આટલી ઝડપ પકડવા માટે 6.6 સેકન્ડનો સમય લાગે છે. 

ભારતમાં મિની કૂપરની રેન્જની શરૂઆત 33 લાખ રૂપિયાથી થાય છે

  • 1.નવી મિની જેસીડબલ્યુમાં 2 લીટર ટર્બો-ચાર્જ્ડ પેટ્રોલ એન્જીન છે, જો 231bhp પાવર અને 320 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જીન 8 સ્પીડ ઓટોમેટિક અને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશનથી સજ્જ છે. જો કે ભારતમાં તેનું ફક્ત ઓટોમેટિક વેરિએન્ટ લોન્ચ થવાની શક્યતા છે. મિની જેસીડબલ્યૂ સ્પોર્ટી સ્ટાઇલિંગવાળી 3 ડોર હેચબેક કાર છે. 
  • 2.કારની બહાર અને અંદર બ્લેક પિયાનો કલર ફિનિશ મળશે. તેમાં 17 ઇંચના નવા એલોય વ્હીલ્સ, લેધર બકેટ સીટ્સ, ઓટો ફંક્શનની સાથે એલઇડી હેડલેમ્પ-ટેલ લેમ્પ અને રેન સેન્સિંગ વાઇપર જેવા ફીચર્સ આપવામાં આવશે. 
  • 3.કારમાં સેફ્ટી માટે એબીએસ, કોર્નિંગ એબીએસ, બ્રેક અસિસ્ટ, ક્રેશ સેન્સર્સ, સ્ટેબિલિટી કંટ્રોલ સિસ્ટમ જેવા ફીચર્સ મળશે. કારની કિંમતની વાત કરીએ તો, નવી મિની જોન કૂપર વર્ક્સને લગભગ 40 લાખની કિંમતમાં બજારમાં લોન્ચ કરવામાં આવશે.
  • 4.અત્યારે ભારતમાં સ્ટાન્ડર્ડ મિની રેન્જની શરૂઆત 33 લાખ રૂપિયાથી થાય છે. સંભાવના છે કે બીએમડબલ્યુ સીમિત સંખ્યામાં આ કાર ભારતમાં વેચાશે. માર્કેટમાં આ કારની ટ્ક્કર Mercedes-Benz A-Class અને Volvo V40 જેવી કાર સાથે કરવામાં આવે છે. 
Share
Next Story

ન્યૂ કાર / હ્યુન્ડાઈ વેન્યૂ એસયુવી ભારતમાં શોકેસ થઈ, ડિલરશીર પરથી પ્રિ-બુંકિંગ શરુ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: mini john cooper works launch in india on 9th may
(News in Gujarati from Divya Bhaskar)