સેલ્સ રિપોર્ટ / પ્રીમિયમ સેડાન સેગમેન્ટમાં મારુતિ સુઝુકી સિયાઝનું સૌથી વધુ વેચાણ, સતત ત્રણ વર્ષ રહી મોખરે

  • નાણાકીય વર્ષ 2018-19માં 46 હજાર કરતાં વધુ યુનિટનું વેચાણ થયું
  • વર્ષ 2014માં લોન્ચ કર્યા પછી સિયાઝની 2.56 લાખ કરતા વધુ યુનિટ વેચાયા
Divyabhaskar.com Apr 18, 2019, 03:08 PM IST
ઓટો ડેસ્ક. મારુતિ સુઝુકી સિયાઝ કારની પ્રીમિયમ સેડાન સેગમેન્ટમાં પકડ કાયમ રહી છે. વેચાણની દ્રષ્ટિએ આ સેગમેન્ટમાં સિયાઝ સતત ત્રીજા વર્ષે અગ્રેસર રહી છે. સેડાન સેગમેન્ટમાં સિયાઝની માર્કેટમાં ભાગીદારી 30 ટકા રહી છે. નાણાકીય વર્ષ 2018-2019માં તેનાં 46 હજાર કરતાં વધુ યુનિટ વેચાયા છે. 2014માં લોન્ચ થયા પછી અત્યારસુધીમાં સિયાઝનાં 2.56 લાખ કરતાં વધુ યુનિટ વેચાયા છે. 

ફૂટપાથ ઉપર ચાલતા લોકોની સુરક્ષાનું ધ્યાન રાખે છે

  • 1.મારુતી સિયાઝના કુલ વેચાણમાં ટેપ એન્ડ વેરિઅન્ટની કુલ 48 ટકા ભાગીદારી રહી છે, સિયાઝને સિગ્નેચર કલર નેક્સા બ્લૂની કુલ વેચાણમાં 31 ટકા ભાગીદારી રહી છે. હાલમાં મારુતી સુઝુકી સિયાઝને 1.5 લીટર પેટ્રોલ વેરિઅન્ટ અને ડીઝલ વેરિઅન્ટ સાથે એન્જિનને નેક્ટ્સ્ટ જનરેશન સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલોજી સામેલ કરી છે. જેમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. નવું એન્જિન સારું પર્ફોર્મન્સ, બેસ્ટ ઈન ક્લાસ ફ્યૂઅલ એફિશિયન્સી, સારો ટોર્ક અને પાવર સાથે NVH પર્ફોર્મન્સ સાથે આવે છે. મારુતી સુઝુકી સિયાઝ એડવાન્સ સેફ્ટી રેગ્યૂલેશનનો પણ ખ્યાલ રાખે છે. જેમાં ફૂટપાથ ઉપર ચાલતા લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તેમાં નવા સેફ્ટી ફીચર્સ સાથે ISOFIX ચાઈલ્ડ રિસ્ટ્રેન સિસ્ટમ, હાઈસ્પીડ વોર્નિંગ એલર્ટ, ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ સાથે EBDનું સ્ટાન્ડર્ડ પણ આપેલું છે. 
  • સિયાઝ એક સારો વિકલ્પ
    2.મારુતી સુઝુકી ઈન્ડિયાના સિનિયર એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર, માર્કેટિંગ એન્ડ સેલ્સનાં આર.એસ.કલ્સીએ જણાવ્યું કે, સિયાઝે અત્યાધુનિક પ્રતિસ્પર્ધી પ્રીમિયમ સેડાન સેગમેન્ટમાં સારી સફળતા પ્રાપ્ત કરી છે. વર્ષ 2008-19માં માર્કેટમાં તેની ભાગીદારી 30 ટકાની રહી છે. સાથે સિયાઝ આકાંક્ષી અને વિકસિત વરપાશકર્તાઓ માટે પસંદગીનો વિકલ્પ છે. નાણાકીય વર્ષ 2018-19માં સિયાઝનાં 46 હજાર કરતાં વધુ યુનિટનું વેચાણ થયું છે.  
Share
Next Story

નવો નિયમ / તમિલનાડુમાં નવા વાહન ખરીદ્યા બાદ ગ્રાહકને હેલમેટ આરટીઓ દ્વારા આપવામાં આવશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Maruti Suzuki Ciaz highest sales in the premium sedan segment
(News in Gujarati from Divya Bhaskar)