રિ-લોન્ચ / મારૂતિ સુઝુકીની હાઈબ્રિડ કાર બલેનો ભારતમાં લોન્ચ, પ્રારંભિક કિંમત રૂપિયા 5.58 લાખ

  • નવી 2019 બલેનોમાં કંપનીએ 1.2- લીટરનું ડ્યૂઅલ VVT BS-VI એન્જિન આપ્યુ છે
  • કંપનીએ થોડા સમય પહેલા જ આ કારમાં ફેસલિફ્ટનુ અપટેડ આપ્યુ હતુ
  • વર્ષ 2018-19માં પ્રિમિયમ હેચબેક બલેનોના વેચાણમાં 11 ટકાનો વધારો થયો હતો
Divyabhaskar.com Apr 22, 2019, 04:44 PM IST
ઓટો ડેસ્ક. કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીએ BS-VIથી સજ્જ હાઈબ્રિડ કાર બલેનોને ભારતમાં લોન્ચ કરી છે. નવી મારૂતિ સુઝુકી બલેનોમાં કંપનીએ 1.2 લીટરનુ ડ્યૂઅલ વીવીટી બીએસ-6 એન્જિન પુરૂ પાડ્યુ છે. જે હવે કંપનીએ સ્માર્ટ હાઈબ્રિડ ટેકનિક સાથે વિકસાવ્યુ છે. કંપનીએ આ કારની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત રૂપિયા 5.58 લાખ રાખી છે. નવી બલેનો પેટ્રોલના બે મોડલ્સ સામાન્ય 1.2 લીટર અને સ્માર્ટ હાઈબ્રિડ વર્ઝનમાં લોન્ચ કરી છે. જે મેન્યૂઅલ અને સીવીટી ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. કંપનીનુ કહેવુ છે કે, કારમાં લાગેલા નવા એન્જિનમાં ઈંધણ બચાવવામાં મદદ કરશે. સરકાર દ્વારા નક્કી કરેલા ઈંધણના નિયમોમાંથી પાર ઉતરશે તો આ કારને નેક્સા ડીલરશીપ પરથી વેચવામાં આવશે.

આ કારમાં ફેસલિફ્ટનુ અપટેડ પણ આપ્યુ હતુ

  • 1.આ તબક્કે મારૂતિ સુઝુકીના માર્કેટિંગ અને સેલ્સ વિભાગના સિનિયર એક્ઝિક્યૂટીવ ડાયરેક્ટર આર.એસ. કલ્સીએ કહ્યું કે, બલેનોને 2015માં સૌપ્રથમ લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ થઈ ત્યારથી જ આ કાર લોકપ્રિય રહી છે અને હાલમાં તેના 5.5 લાખ ગ્રાહકો પણ છે. ગત નાણાકીય વર્ષમાં 2 લાખ કરતા વધૂ યુનિટનુ વેચાણ થયુ હતુ. હવે તેમાં લેટેસ્ટ ડિઝાઈન અને ટેકનિકલ ફેરફાર કરવામાં આવ્યા છે. મારૂતિ સુઝુકી હંમેશા નવું, સારુ અને પર્યાવરણ માટે હાનિકારક ન હોય તેવુ ઉત્પાદન આપવા માટે બંધાયેલી છે. નવી બલેનો એજ ઉદ્દેશ્યને ચરિતાર્થ કરી નવા અવતાર સાથે આવી છે. અમને આશા છે કે, 2019માં બલેનો નવા ગ્રાહકો માટે સંપૂર્ણ પેકેજ સાબિત થશે.
  • 2.2019 મારૂતિ સુઝુકી બલેનો સ્માર્ટ હાઈબ્રિડમાં નાના આકારની લીથિયમ ઈઓન બેટરી લગાવવામાં આવી છે. જે એન્જિન સાથે જોડાયેલી રહેશે. કંપનીનુ કહેવુ છે કે, બલેનો સ્માર્ટ હાઈબ્રિડ જે સામાન્ય મોડલ કરતા 25 ટકા ઓછુ પ્રદૂષણ ઉત્પન્ન કરશે. અત્રે નોંધનીય બાબત એ છે કે, મારૂતિ સુઝુકીની બલેનો આ સેગમેન્ટમાં સૌથી આગળ રહી છે. નાણાકીય વર્ષ 2018-19માં પ્રિમિયમ હેચબેકના વેચાણમાં 11 ટકાનો વધારો થયો હતો. કંપનીએ થોડા સમય પહેલા જ આ કારમાં ફેસલિફ્ટનુ અપટેડ આપ્યુ હતુ. 
Share
Next Story

ફેરફાર / હ્યૂન્ડાઈ તેની મોસ્ટ પોપ્યુલર કાર ક્રેટામાં કરશે ફેરફાર, નવુ 'EX' વેરિઅન્ટ લોન્ચ કરશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: maruti suzuki baleno hybrid 2019 launch in india
(News in Gujarati from Divya Bhaskar)