નવો નિયમ / તમિલનાડુમાં નવા વાહન ખરીદ્યા બાદ ગ્રાહકને હેલમેટ આરટીઓ દ્વારા આપવામાં આવશે

  • ટુ વ્હીલર હેલમેટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના આ નવા નિયમનો સ્વીકાર કરે છે
  • વર્ષ 2018માં માર્ગ અકસ્માતથી થયેલા મોતમાં ટુ વ્હીલર ચાલકોનો મૃત્યુ દર 33 ટકાથી વધારે હતો
Divyabhaskar.com Apr 17, 2019, 04:55 PM IST
ઓટો ડેસ્ક. તમિલનાડુના ટ્રાન્સપોર્ટ કમિશનરે ટુ-વ્હિલર ચાલકો માટે એક નિર્દેશ જાહેર કર્યો છે. જે નિર્દેશ હેઠળ નવા વાહનની ખરીદી કરતી વખતે ગ્રાહકોને આરટીઓ દ્વારા હેલમેટ પૂરવઠો પૂરો પાડવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે ગ્રાહકને આરટીઓ હેલમેટ આપશે. તે સાથે દરેક મહિનાની હેલમેટ ડિસ્ટ્રીબ્યૂશનની રિપોર્ટ ટ્રાંસપોર્ટ ઓફિસને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ટુ વ્હીલર હેલમેટ મેન્યુફેક્ટર્સ એસોસિએશન આ નવા નિયમનો સ્કવીકાર કરે છે. 

ટુ-વ્હીલરના થતા અકસ્માતને રોકવાનો પ્રયાસ

  • 1.કેન્દ્રિય મોટર વાહન અધિનિયમ અનુસાર, નિયમ 138 (4) (એફ) 1989 મુજબ ટુ-વ્હીલર વાહનના નિર્માતા બીઆઇએસ પ્રમાણિત હેલમેટ જ આપશે. આ નિયમના આધાર પર તમિલનાડુના પરિવહન વિભાગ નવા ટુ-વ્હીલર વાહનની ખરીદતા સમયે ગ્રાહકોને હેલમેટ આપવું ફરજીયાત છે. જેનાથી નિશ્ચિત રૂપથી રોડ દુર્ઘટનાઓમાં ઇજા અને મોતમાં ઘટાડો થઇ શકે છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2018માં રોડ અકસ્માત દ્વારા થયેલી મોતને ટુ વ્હીલર ચાલકોનો મૃત્યુ દર 33 ટકાથી વધારે હતો. પોલિસ, હાઇવે, સ્વાસ્થ્ય અને પરિવહન વગેરે વિભાગોના વિભિન્ન પ્રયાસો બાદ આ સંખ્યામાં વધારો થયો છે. 
  • તમિલનાડુ હેલમેટ મેન્યુફેક્ચર્સના નિર્ણયનો સ્વીકાર કર્યો
    2.ટુ વ્હીલર હેલમેટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન આ સમયે વધુ પ્રોત્સાહિત છે, કારણ કે તમિલનાડુની રાજ્ય સરકારે એક પહેલ કરી છે, જે હકીકતમાં ટુ વ્હીલર ચાલકો અને સવારો માટે ફાયદાકારક છે. કારણ કે હેલમેટ રક્ષણ આપે છે. હેલમેટ સવારોને એક ગુણવત્તા અને બીઆઇએસ પ્રમાણિત હેલમેટનો ઉપયોગ કરે છે, અને આ નિર્ણય નિશ્ચિત રૂપે રસ્તા પર મળતા નકલી આઇએલઆઇ હેલમેટના વેચાણને અટકાવી શકે છે.
Share
Next Story

ફેરફાર / ટાટા Nexon ZX અને ZXA+ વેરિઅન્ટને મળ્યા નવા ડ્યૂઅલ ટોન કલર્સ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: It is compulsory to buy a helmet when buying a bike or a scooter in tamilnadu
(News in Gujarati from Divya Bhaskar)