ફેરફાર / હ્યૂન્ડાઈ તેની મોસ્ટ પોપ્યુલર કાર ક્રેટામાં કરશે ફેરફાર, નવુ 'EX' વેરિઅન્ટ લોન્ચ કરશે

  • ભારતમાં હ્યૂન્ડાઈ Creta ના લાઈન અપમાં કોઈ ફેરફાર નહીં હોય
  • 6 સ્પીડ મેન્યૂઅલ અને ઓટોમેટિક ગિયર બોક્સ બંને ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ થશે
  • આ નવું મોડલ હાલમાં ઉપલબ્ધ 'E+' મોડલનુ રિપ્લેસમેન્ટ હશે
Divyabhaskar.com Apr 22, 2019, 01:17 PM IST

ઓટો ડેસ્ક. હ્યૂન્ડાઈ મોટર્સ ઈન્ડિયાએ તેની મોસ્ટ પોપ્યુલર Creat SUV ને અપગ્રેડ કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ આગામી સમયમાં કંપની તેની Creat SUVનુ નવુ 'EX' વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જે હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ 'E+' મોડલનુ રિપ્લેસમેન્ટ હશે.

હ્યૂન્ડાઈ હવે Creta SUV માં નવા 'EX' વેરિઅન્ટ સિવાય કંપની S ઓટોમેટિક ડિઝલ ટ્રીમ બંધ કરશે. એટલે કે હવે માત્ર ડિઝલ-ઓટોમેટિક કોમ્બિનેશનમાં 'SX' વેરિઅન્ટ જ બાકી રહેશે. હ્યૂન્ડાઈ ક્રેટાના 'EX' વેરિઅન્ટની વાત કરીએ તો હાલ માર્કેટમાં ઉપલબ્ધ મોડલ કરતા તેમાં અનેક ફેરફારો કરવામાં આવશે. જેમાં કંપની ફીચર્સ અને ઈક્વિપમેન્ટમાં પણ ફેરફાર લાવશે.  

ડિઝલ EX વેરિઅન્ટમાં કેટલાક વધારાના ફીચર્સ મળશે

  • 1.નવા ફીચર્સમાં ઈન્ટીગ્રેટેડ DRLs સાથે ફ્રન્ટ ફોગલેમ્પ, કપ હોલ્ડર્સ સાથે રિયર પાર્કિંગ કેમેરા અને રિયર સીટ્સ માટે એડજસ્ટેબલ હેડરેસ્ટ સામેલ કર્યું છે. આ તમામ ફીચર્સ 'EX' ટ્રિમનાં પેટ્રોલ અને ડિઝલ એમ બંને વેરિઅન્ટમાં એક સરખા જોવા મળશે. બીજી તરફ હ્યુન્ડાઈ ક્રેટાના ડિઝલ EX વેરિઅન્ટમાં કેટલાક વધારાના ફીચર્સ પણ મળશે. જેમકે 5.0 ઈંચનું ટચ સ્ક્રિન ઓડિયો સિસ્ટમ, સનગ્લાસ, હોલ્ડર સાથે મેપ લાઈટ, ફ્રન્ટ યુએસબી ચાર્જિંગ સોકેટ અને સ્ટીયરિંગ-માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ મળશે.  
  • 2.ભારતમાં હ્યૂન્ડાઈ Creta ના લાઈન અપમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. હાલમાં ઉપલબ્ધ ત્રણ એન્જિન ઓપ્શન 1.4 લીટર ડિઝલ, 1.6 લીટર ડિઝલ અને 1.6 લીટર પેટ્રોલ વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ થશે. 
  • 3.1.4 લીટર ડિઝલ યુનિટમાં 89bhp નો પાવર અને 220Nmનો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા હશે. જ્યારે 1.6 લીટર યુનિટ 126bhpનો પાવર અને 260Nmનો ટોર્ક જનરેટ કરશે. 1.6 લીટર પેટ્રોલ યુનિટમાં 122bhp નો પાવર અને 151Nmનો ટોર્ક જનરેટ કરે છે. અલગ-અલગ વેરિઅન્ટ મુજબ ત્રણેય એન્જિન સાથે 6 સ્પીડ મેન્યૂઅલ અને ઓટોમેટિક ગિયર બોક્સ બંને ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ હશે.
Share
Next Story

અપકમિંગ / અપ્રિલિયા સ્ટોર્મ 125 ટુ વ્હીલર ભારતમાં લૉન્ચ થશે, માત્ર રૂ.1 હજારથી પ્રિ-લોન્ચ બુકિંગ શરુ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hyundai will make a change in creta SUV car
(News in Gujarati from Divya Bhaskar)