ઇનોવેશન / હ્યુન્ડાઇ જૂનમાં લોન્ચ કરી શકે છે ઇલેક્ટ્રિક કાર કોના ઇવી, સિંગલ ચાર્જમાં ચાલશે 350 કિમી

 • હ્યુન્ડાઇ મોટર્સની ઇલેક્ટ્રિક કાર કોનાને 2019 બેંગકોક ઇન્ટરનેશનલ મોટર શોમાં શોકેસ કરવામાં આવી હતી
 • સિંગલ ચાર્જિંગ પછી આ કાર 350 કિમી સુધી નોનસ્ટોપ દોડાવી શકાશે
Divyabhaskar.com Apr 16, 2019, 04:15 PM IST

ઓટો ડેસ્ક. વર્ષ 2019-2020 દરેક કંપનીઓ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. ટાટા પોતાની હેચબેક કાર ટિયાગોનું ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરી શકે છે. મારુતિ પણ ઇલેક્ટ્રિક વેગનઆરનું ટેસ્ટિંગ કરી રહી છે. તે સિવાય દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઇ આ વર્ષે પોતાની પાવરફુલ ઇલેક્ટ્રિક કાર કોના ઇવી લોન્ચ કરી શકે છે.

હ્યુન્ડાઇ મોટર્સની ઇલેક્ટ્રિક કાર કોનાને 2019 બેન્કોક ઇન્ટરનેશનલ મોટર શોમાં શોકેસ કરવામાં આવી હતી. કોનાને આ વર્ષે મે મહિનામાં લોન્ચ થનારી Hyundai Venue એસયુવીના લોન્ચિંગ પછી જૂન મહિનામાં ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. હ્યુન્ડાઇ કોના ઇવીને ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે.

કારની કિંમત અને ફીચર્સ

 • પાવરફુલ બેટરી અને દમદાર માઇલેજ
  1.આ કારમાં ઇલેક્ટ્રિક SUVમાં 40kWh ની બેટરી છે. જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. સિંગલ ચાર્જિંગ પછી આ કાર 350 કિમી સુધી નોનસ્ટોપ દોડાવી શકાશે. 
  કંપની કારની સાથે હોમ ચાર્જર આપશે, તેનાથી કારને 6થી 8 કલાકમાં 80% સુધી ચાર્જ થશે.
 • 2.માર્કેટમાં ફાસ્ટ ચાર્જિંગ પોઇન્ટ લગાવવામાં આવશે, જ્યાં તેને 2થી 3 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાશે. કારનું ઇલેક્ટ્રિક એન્જિન 134 bhpનો પાવર અને 395Nm ટોર્ક જનરેટ કરશે. આ કાર 0થી 100km સુધીની સ્પીડ માત્ર 9.7 સેકન્ડમાં જ પકડી લેશે. કારની ટોપ સ્પીડ 155 kmph સુધી હશે.
 • હ્યુન્ડાઇ કોના EVનું એક્સટિરિયર અને ઇન્ટિરિયર
  3.હ્યુન્ડાઇ કોના ઇવી કારનું એક્સટીરિયર જેટલું સ્ટાઇલિશ છે, ઇન્ટીરિયર તેટલું જ લક્ઝુરિયસ છે. તેની ડિઝાઇન i20 અને ક્રેટા જેવી જ દેખાય છે. કારમાં ઇન્ફોટેઇનમેન્ટ, પાવર વિન્ડો, ઇલેક્ટ્રિક સ્ટીયરિંગ જેવા ફીચર્સ મળશે.
 • 4.ઇલેક્ટ્રિક એન્જિન હોવાથી કારમાં કોઇ ગીયર નહીં મળે. ફ્રન્ટ સીટની વચ્ચે કપ હોલ્ડરની સાથે એક બોક્સ પણ મળશે. હ્યુન્ડાઇ કોના EVમાં 373 લીટરની બૂટ સ્પેસ પણ મળશે.
 • Kona EVની કિંમત
  5.કંપની એ હાલમાં આ ઇલેક્ટ્રિક SUV કારની કિંમત અંગે કોઇ માહિતી શેર નથી કરી, પરંતુ અહેવાલો અનુસાર, આ કારની કિંમત 25 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે. એન્ટ્રી લેવલ પર આ કાર હાલમાં મોંઘી હશે, પરંતુ 2020 સુધીમાં કંપની આ કારના સસ્તા મોડલ પણ લોન્ચ કરી શકે છે.
Share
Next Story

ટિપ્સ / તડકામાં ગરમ થયેલી ગાડીને ઝડપથી ઠંડી કરવા યુઝ કરો રિસર્ક્યુલેશન મોડ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hyundai launches an electric car, which can launch in June
(News in Gujarati from Divya Bhaskar)