Loading...

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે નહીં લેવી પડે પરમિટ, દર 3 કિ.મી.એ હશે ચાર્જિંગ સ્ટેશન

આવા વ્હીકલ્સને મહત્વ આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો

Divya Bhaskar Sep 08, 2018, 05:37 PM

ઓટો ડેસ્કઃ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ 7 સપ્ટેમ્બરે કહ્યું કે સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ(EVs) અને અલ્ટરનેટિવ ફ્યૂઅલ્સને ચલાવવા માટે વ્હીકલ્સને પરમિટ લેવાની જરૂરિયાતમાંથી છૂટ આપવાનો નિર્ણય લીધો છે. સરકારે દેશમાં આવા વ્હીકલ્સને મહત્વ આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે. સિયામની એન્યુઅલ કોન્વેન્શન સંબંધિત કરતી વખતે ગડકરીએ ઓટોમોબાઇલ કંપનીઓને આ દિશામાં ધ્યાન આપવાનું જણાવતા કહ્યું કે Ola અને Uber જેવી કેબ એગ્રીગેટર કંપનીઓમાં એક નિશ્ચિત સંખ્યામાં EVsને સામેલ કરવાનું ફરજિયાત થઇ શકે છે.

અમુક શહેરો અને હાઇવે પર દર 3 કિ.મી.એ હશે ચાર્જિંગ સ્ટેશન
બીજી તરફ પાવર સેક્રેટરી અજય કુમાર ભલ્લાએ કહ્યું કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સને મહત્વ આપવા માટે વધુમાં વધુ સંખ્યામાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમુક શહેરો અને હાઇવે પર દર 3 કિ.મી.ના અંતરે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાના પ્રયાસો કરાશે. ભલ્લાએ કહ્યું કે સારા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જોરે જ ઇલેક્ટ્રિક વ્હીકલ્સને લોકપ્રિય બનાવી શકાશે.

સરકારે કર્યો નિર્ણય
ગડકરીએ કહ્યું કે અમે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને ઇનેનોલ, બાયોડીઝલ, સીએનજી, મેથેનોલ તેમજ બાયોફ્યૂઅલ જેવા અલ્ટરનેટિવ ફ્યૂઅલથી ચલાતી રીક્ષા, બસ, ટેક્સી સહિતના તમામ વાહનોને પરમિટ લેવાની જરૂરિયાતમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

દરેક રાજ્યો ભલામણ માનવા તૈયાર
ગડકરીએ કહ્યું કે, અમે આ વ્હીકલ્સને પરમિટ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે રાજસ્થાન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર યુનુસ ખાનની આગેવાનીવાળા રાજ્યોના ગ્રૃપ ઓફ મિનિસ્ટર્સે આ સંબંધિત ભલામણો કરી હતી અને રાજ્ય પણ તેને માનવા તૈયાર થઇ ગયા છે.

ઓટો કંપનીઓને આગળ આવવા આહવાન
ગડકરીએ કોઇપણ પ્રકારના ફાઈનાન્સિયલ ઇન્સેન્ટિવ આપવાનો ઈન્કાર કર્યો અને ઓટોમેકર્સને ઇવી પ્રોડક્શનની તકો માટે આગળ આવવા આહવાન કર્યું છે. જોકે ગડકરીએ સબ્સિડી આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે EVs પર 12 ટકા જીએસટી લાગી છે. તેવામાં વધારે સબ્સિડીની જરૂર લાગતી નથી. તેના મહત્વ આપવા માટે નવિન પ્રકારે વિચારવાની જરૂર છે. મારા મંત્રાલયે આગામી 5 વર્ષ સુધી નોન ફાઈનાન્સિયલ ઇન્સેન્ટિવ્સના માધ્યમથી ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સના પ્રોડક્શનને વધારવા માટે એક ડિટેલ્સ રિપોર્ટ તૈયાર કર્યો છે.

7 સપ્ટેમ્બરે લોન્ય થયો FAMEનો બીજો ફેઝ
તેમનું આ નિવેદન સરકારના ફાસ્ટ એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ(હાઇબ્રિડ એન્ડ) ઇલેક્ટ્રિક વ્હીકલ્સ(FAME) ઇન્ડિયા સ્કીમના માધ્યમથી ઇકો ફ્રેન્ડલી વ્હીકલ્સને મહત્વ આપવાના પ્રયાસોની વચ્ચે આવ્યું છે. FAME ઇન્ડિયા સ્કીનના બીજા ફેઝને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યો છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: gadkari says No permits will be required for electric vehicles
(News in Gujarati from Divya Bhaskar)