ઓટો ડેસ્કઃ દેશભરમાં ફેસ્ટિવ સિઝનની શરૂઆત થઇ ગઇ છે અને તેનો ફાયદો ઉઠાવવા માટે ઓટોમોબાઇલ કંપનીઓ તરફથી પોતાની પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન પેરિસની ટ્રીપ પણ આપવામાં આવી રહી ચે, જેનો ખર્ચ કંપની તરફથી જ ઉઠાવવામાં આવશે. તેવામાં જો તમે આ મહિને નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમને ઘણો ફાયદો મળી શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કઇ કંપની તરફથી કેવા પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
મારુતિ સુઝુકીની કાર્સ પર ડિસ્કાઉન્ટ
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા તરફથી કાર્સ પર છૂટ આપવામાં આવી રહી છે. મારુતિ પોતાની ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર્સ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત બીજા વેરિએન્ટ પર પણ ડીલરશીપ લેવલની છૂટ આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે મારુતિ સૌથી વધારે ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળા મોડલ્સ વેચી રહી છે.
અલ્ટો કે10 : 62 હજાર રૂપિયા સુધીની બચત
સિલેરિયો : 60 હજાર રૂપિયા સુધીની બચત
વેગનઆર : 70 હજાર રૂપિયા સુધીની બચત
ઇગ્નિસ : 30 હજાર રૂપિયા સુધીની છૂટ
અર્ટિગા : 50 હજાર રૂપિયા સુધીની છૂટ
સ્વિફ્ટ : 52 હજાર રૂપિયા સુધીની છૂટ
બલેનો : 22 હજાર રૂપિયા સુધીની છૂટ
ડિઝાયર : 52 હજાર રૂપિયા સુધીની છૂટ