ડેટસને લોન્ચ કરી Redigoની લિમિટેડ એડિશન, કિંમત 3.58 લાખથી શરૂ

લિમિટેડ એડિશન વેરિએન્ટને માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન વર્ઝન સાથે ઉતારવામાં આવી છે

Divyabhaskar.com Sep 07, 2018, 05:46 PM IST

ઓટો ડેસ્કઃ ભારતમાં ફેસ્ટિવ સિઝનની શરૂઆત થનારી છે અને ડેટસન તેનો ફાયદો ઉઠાવવા માગે છે. ડેટસને ભારતમાં Redigoની લિમિટેડ એડિશન વેરિએન્ટને લોન્ચ કરી છે. 800 સીસીની Redigo લિમિટેડ એડિશનની કિંમત 3.58 લાખ અને 1.0 લિટર મોડલની કિંમત 3.85 લાખ રૂપિયા રાખવામાં આવી છે. લિમિટેડ એડિશન વેરિએન્ટને માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન વર્ઝનમાં ઉતારવામાં આવી છે. આ કારને ત્રણ કલર- વ્હાઇટ, સિલ્વર અને રેડમાં વેચવામાં આવશે. 

 

શું કહેવું છે કંપનીનું
નિસાન મોટર ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ(માર્કેટિંગ) પીટર સ્લિસોલ્ડે કહ્યું કે આ ફેસ્ટિવ સિઝનને ડેટસન વધારે પાવરફુલ અને વાઇબ્રેટ રેડીગો લિમિટેડ એડિશનની સાથે કસ્ટમર્સ માટે વધુ ખાસ રીતે મનાવવા માગે છે. અમે કસ્ટમર્સને નવી ડિઝાઇન સાથે પાવરફુલ પરફોર્મન્સ આપવા માટે પ્રતિબદ્ધ છે.

 

લુકમાં કરવામાં આવ્યો છે ફેરફાર
ડેટસન રેડીગો લિમિટેડ એડિશનને એક્સ્ટિરિયરના રૂફ રેપ, બોડી ગ્રાફિક્સ અને ફ્રન્ટ રિયર પર બમ્પર અન્ડરકવર્સ વગેરે સાથે અપડેટ કરવામાં આવી છે. આ ઉપરાંત કારમાં અન્ય ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જેમાં ગ્રિલની ઉપર રેડ કલર અને રિયર ટેલગેટ ગ્રાફિક્સ. ઇન્ટિરિયરમાં રેડ અને બ્લેક લેધર સીટ્સ સાથે એસી વેન્ટ્સ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, ડેટ્સનની આ કારના રિયરમાં પાર્કિંગ એસિસ્ટ સેન્સર્સ સાથે ડિસ્ટન્સ ડિસપ્લે ફીચર, ગિયર નોબ પર ક્રોમ બેઝેલ, ક્રોમ ડોર હેન્ડલ્સ અને કારપેટ મેટ્સ પણ આપવામાં આવી છે.

Share
Next Story

બુલેટ ટ્રેનની ગતિએ દોડે છે આ 5 કાર; 435 Kmph સુધીની છે ટોપ સ્પીડ, બનાવી ચૂકી છે અનેક રેકોર્ડ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: datsun launched redigo limited edition in india
(News in Gujarati from Divya Bhaskar)