ચેતજો / પબજી ગેમ રમવામાં મશગુલ બે યુવકોનો ટ્રેને ભોગ લીધો

Divyabhaskar.com Mar 18, 2019, 04:28 PM IST

મુંબઈ : ગુજરાતમાં ભલે પબજી ગેમ પર પ્રતિબંધ મૂકી દીધો હોય પરંતુ દેશમાં હજુ પણ આ ગેમ પ્રત્યેનું વળગાણ હજુ પણ ઓછું થતું નથી. હાલમાં જ મહારાષ્ટ્રમાં હિંગોલી શહેરમાં પબજી ગેમમાં ડૂબેલા બે યુવકોના ટ્રેન નીચે આવી જતા મૃત્યુ નીપજ્યાં છે. 

મૃતકોની ઓળખાણ નાગેશ ગોરે (22) અને સ્વપ્નિલ અન્નપૂર્ણે (24)  તરીકે થઇ છે. આ બંને મિત્રો સાંજના સમયે ટ્રેનના ટ્રેક પર બેસીને પબજી ગેમ રમી રહ્યા હતા જેમાં ટ્રેનનો અવાજ ન સાંભળતા તેઓ અજમેર- હૈદરાબાદ એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા. 

શું છે આ પબજી ગેમ ?

આ ગેમ એ નાના મોટા સૌ કોઈને ગાંડા ઘેલા કરી દીધા છે કે જેમાં લોકો તેમના કામ પણ બાજુમાં મૂકીને કલાકો સુધી આ ગેમ રમ્યા કરે છે. ગેમ રમનાર ખેલાડીને પોતાને બચાવવા અને ગેમ જીતવા માટે બીજાને મારવા પડે છે. 

Next Story

ગાંડપણ / ગૂગલની ઓફિસે ધમકી આપવા યુવક 5 હજાર કિ.મી. કાર ચલાવીને પહોંચ્યો

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: two died while playing pubg game in maharashtra
(News in Gujarati from Divya Bhaskar)