દંડ / ચીનના દંપતીએ ઇલાજ માટે ઘરે જ 10 હજાર મધમાખી પાળી, આખરે 7 હજાર રૂપિયાનો દંડ ભરવો પડ્યો

Divyabhaskar.com Apr 13, 2019, 12:48 PM IST

અજબ ગજબ ડેસ્કઃ ચીનના એક દંપતીએ કૃત્રિમ મધપૂડો બનાવી ઘરે 10 હજાર મધમાખી પાળી. પરંતુ તેમનો આ શોખ પડોશીઓ માટે પરેશાનીનું કારણ બની ગયો છે. તેનાથી પરેશાન થઇને આસપાસના લોકોએ દંપતી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી દીધી છે. અંદાજે 7 હજાર રૂપિયા દંડ થયા બાદ દંપતીએ મધમાખીઓ હટાવવી પડી છે. તેમણે એક વર્ષ અગાઉ મધમાખીઓ પાળવાનું શરૂ કર્યું હતું. તેઓ મધમાખીઓના ડંખનો ઇલાજ માટે ઉપયોગ કરતા હતા. 


ચીનમાં એવું મનાય છે કે મધમાખીના ડંખથી રુમેટાઇડ આર્થ્રાઇટિસનો દુખાવો ઓછો થઇ જાય છે. તેમણે મધમાખીઓ પાળી તે દરમિયાન તેમની સંખ્યા સતત વધતી ગઇ અને એ હદે વધી ગઇ કે પડોશીઓએ ઘણી વાર દંપતીને આ મધમાખી હટાવવા કહેવું પડ્યું. પરંતુ આ દંપતી મધમાખીઓને કાઢવાની ના પાડી દેતાં હતાં. સમાધાન ન થતાં પડોશીઓએ પોલીસ ફરિયાદ કરી અને મધમાખીઓને લોકો માટે જોખમી ગણાવી. 


તેના વિરોધમાં દંપતીએ એવી રજૂઆત કરી કે ઘણી વાર મધમાખી કરડ્યા પછી પણ અમને કંઇ નથી થયું. તેથી અમે તેમને નહીં હટાવીએ. દંપતીને 7 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો ત્યારે તેઓ મધપૂડો બીજે ખસેડવા તૈયાર થયા. જોકે, ફેંગશુઇ નિષ્ણાતો કહે છે કે ઘરમાં મધપૂડો રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. 

Next Story

આશ્ચર્યકારક / પોપકોર્ન વેચનારાએ જુગાડથી વિમાન બનાવી દીધું

Next

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: honey bees in house of china
(News in Gujarati from Divya Bhaskar)