બિહાર / માતાએ રડતા દીકરાને ચૂપ કરાવવા માટે તેના હોઠ પર ગ્લુ લગાવી દીધું

Divyabhaskar.com Mar 25, 2019, 02:04 PM IST

છપરા: નાનું બાળક રડતું હોય તો તેની માતા તેને શાંત કરવા કંઈ ને કંઈ કરે જેથી તેનું બાળક શાંત થઇ જાય. પરંતુ રડતા બાળકને ચૂપ કરાવા માટે કોઈ માતા બાળકનાં હોઠ પર ગ્લુ લગાવી શકે? બિહારના છપરાની એક માતાએ આવું કામ હકીકતમાં કર્યું છે. 23 માર્ચને શનિવારે બિહારના છપરાની રહેવાસી એક માતાએ તેના બાળકના હોઠ પર ગ્લુ લગાવી દીધું. તેણે પોતાના રડતા બાળકને ચૂપ કરવા માટે આવું કર્યું.

બાળકના પિતાએ જણાવ્યું કે, હું કામ પતાવીને જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે મેં જોયું કે બાળક એકદમ શાંત હતું. તેના મોઢામાંથી લાળ બહાર આવી રહી હતી. જ્યારે મેં મારી પત્ની શોભાને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું, બાળક આખો દિવસ રડતું હતું. એટલે મેં તેના હોઠ પર ગ્લુ લગાવી દીધું જેથી તે રડે નહીં.

જોકે બાળકને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તે હવે સેફ છે.

Share
Next Story

ચેતજો / પબજી ગેમ રમવામાં મશગુલ બે યુવકોનો ટ્રેને ભોગ લીધો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Woman applies glue on son's lips to stop him from crying
(News in Gujarati from Divya Bhaskar)