વર્લ્ડ રેકોર્ડ / આ છે દુનિયાના સૌથી લાંબા રાજનેતા, 6.10 ફૂટ ઊંચાઈ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દાખલ કરાવ્યું

Divyabhaskar.com Mar 30, 2019, 01:24 PM IST

ન્યૂ યોર્કઃ દેશ-વિદેશમાં દરરોજ અજીબોગરીબ વસ્તુઓ માટે વર્લ્ડ રેકોર્ડ નોંધાતા હોય છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ મેળવવા લોકો કેટલાંય સમયથી સંઘર્ષ કરતા હોય છે. આવો જ એક સંઘર્ષ કર્યો છે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહેતા રોબર્ટ કોર્નિેએ. તેમની આટલી લંબાઇને કારણે તેમને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે અને આ જ વાતે તેમને સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ પણ અપાવી છે. રોબર્ટને તાજેતરમાં વિશ્વના સૌથી લાંબા પુરુષ રાજકારણીનો ખિતાબ મળ્યો છે. 


6 ફુટ 10 ઇંચ (208 સેન્ટીમીટર) ઊંચાઈ ધરાવતા કાઉન્સિલર, રોબર્ટ કોર્નિને બુધવારે સિટી હોલ ખાતે રોબર્ટ કૉર્નિને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ગિનીસ બુકના અધિકારીઓએ તેમને આ વિશ્વ વિક્રમ માટેનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું.  રોબર્ટ આ શીર્ષક મેળવવા માટે છેલ્લાં બે વર્ષથી સંઘર્ષ કરી રહ્યા હતા. રોબર્ટની ઊંચાઈ એટલી છે કે તેમને આ ખિતાબ મળ્યા બાદ તેમનો ઈન્ટરવ્યુ લેવા માટે એક મહિલા પત્રકારને ખુરશી પર ઊભું રહેવું પડ્યું હતું.


14 જાન્યુઆરીના રોજ રોબર્ટનું નામ વિશ્વના સૌથી ઊંચા રાજકારણીઓની સૂચિમાં સમાવવામાં આવ્યું હતું. રોબર્ટ આ રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માટે બે વર્ષ પહેલાં અરજી કરવા માગતા હતા પરંતુ તેઓ એટલે અચકાયા હતા કે તેમને લાગ્યું કે કદાચ આ વાતથી લોકો વચ્ચે તેઓ મજાકને પાત્ર બની જશે પણ આખરે તેમનો આ રેકોર્ડ સ્થપાઈ જ ગયો. અગાઉ સૌથી ઊંચા રાજકારણીનો રેકોર્ડ બ્રિટનના એમપી લૂઇસ ગલસ્ટીનના નામે હતો, જેની લંબાઇ 6 ફૂટ 7 ઇંચ (202 સેન્ટીમીટર) હતી. 1979માં તેઓ મૃત્યુ પામ્યા હતા.

Next Story

બિહાર / માતાએ રડતા દીકરાને ચૂપ કરાવવા માટે તેના હોઠ પર ગ્લુ લગાવી દીધું

Next

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Politician robert cornegy titled as worlds tallest politician
(News in Gujarati from Divya Bhaskar)