આશ્ચર્યકારક / પોપકોર્ન વેચનારાએ જુગાડથી વિમાન બનાવી દીધું

  • રોડ પર ટેસ્ટિંગ કરતો હતો અને પોલીસે પકડી લીધો 
  • ઉડ્ડયન તંત્રએ કહ્યું - ટેસ્ટિંગની મંજૂરી લીધી ન હતી 
     
Divyabhaskar.com Apr 06, 2019, 01:19 PM IST

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પાકપટ્ટનમાં પોપકોર્ન વેચનારા મોહમ્મદ ફૈયાઝે ઘરમાં જ જુગાડ લગાવી વિમાન બનાવી દીધું. તે રોડ પર પ્લેનનું ટેસ્ટિંગ કરતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી લીધી. આ અંગે પાક. સિવિલ એવિયેશન ઓથોરિટી (સીએએ)એ કહ્યું કે ફૈયાઝે ટેસ્ટિંગ માટેની મંજૂરી મેળવી ન હતી. જ્યારે ફૈયાઝે મીડિયાને જણાવ્યું કે તેણે સીઅેએને પ્લેન અંગે જણાવ્યું હતું પરંતુ કોઇ જવાબ નહીં મળતા તેણે મંજૂરી વિના જ ટેસ્ટિંગનો નિર્ણય લઇ લીધો હતો. તેણે કહ્યું કે તેને વિમાન બનાવવાની પ્રેરણા નેશનલ જ્યોગ્રાફિક સીરિઝ એર ક્રેશ ઇન્વેસ્ટિગેશન જોઇને મળી હતી. જેના માટે તેણે પોતાનું ખેતર પણ વેચી માર્યું. ચાર વર્ષ પહેલાં વિચાર કર્યો. દોઢ વર્ષથી કામ કર્યું હતું. વિમાનનું વજન 92 કિલો છે અને તેની પાછળ માત્ર 50,000 રૂપિયાનો ખર્ચ થયો. 


વિમાન 1000 ફૂટ સુધી ઊડી શકે છે 
ફૈયાઝે જણાવ્યું કે ટેસ્ટિંગમાં તેના વિમાનાં ઘણાં ચક્કર લગાવ્યાં. આ વિમાન 1000 ફૂટ સુધી ઊડી શકે છે. પોલીસે ફૈયાઝને કસ્ટડીમાં લીધો હતો પરંતુ વિમાનથી કોઇ ગામને નુકસાન નહીં થતાં તેને છોડી દીધો હતો. 

Next Story

વર્લ્ડ રેકોર્ડ / આ છે દુનિયાના સૌથી લાંબા રાજનેતા, 6.10 ફૂટ ઊંચાઈ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દાખલ કરાવ્યું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mohammad faiyyaz made homemade aircraft in Pakistan
(News in Gujarati from Divya Bhaskar)