ગાંડપણ / ગૂગલની ઓફિસે ધમકી આપવા યુવક 5 હજાર કિ.મી. કાર ચલાવીને પહોંચ્યો

  • 33 વર્ષના કાઇલી લોન્ગને તેની યુટ્યુબ ચેનલ ન મળતાં તે રઘવાયો થઇ ગયો
Divyabhaskar.com Mar 16, 2019, 03:01 PM IST

વોશિંગ્ટન: અમેરિકાના 33 વર્ષના કાઇલી લોન્ગને તેની યુટ્યુબ ચેનલ ન મળતાં તે રઘવાયો થઇ ગયો. તે 5 હજાર કિ.મી. કાર ચલાવીને ગૂગલના હેડક્વાર્ટર ખાતે ધમકી આપવા પહોંચી ગયો.

ગૂગલના હેડક્વાર્ટરમાં તોડફોડ
કાઇલીએ ગૂગલના અધિકારીઓ સાથે પોતાની યુટ્યુબ ચેનલના પ્રશ્નોને લઈને મીટિંગની માગ કરી હતી પરંતુ તેમ ન થતા તેણે ધમકી આપી. ગૂગલની ઓફિસમાં તોડફોડ કરતાં પોલીસે પોલીસે તેની ધરપકડ કરી. તેની કારમાંથી બેઝબોલનાં 3 બેટ પણ મળ્યાં હતાં.
 
આ છે આખી સ્ટોરી 
કાઇલીનું માનવું હતું કે, યુટ્યુબ પર તેના આઇડિયાથી તે હજારો ડોલરની કમાણી કરી શકશે. યુટ્યુબ ચેનલ પર તેનો વીડિયો ન દેખાતાં તે ગુસ્સામાં આવી ગયો અને ગૂગલની ઓફિસે પહોંચી ગયો. આ બાબતે કાઇલીના સંબંધીઓએ જણાવ્યું કે, તેના વીડિયો અને તેનું એકાઉન્ટ યુટ્યુબે નહીં પણ તેની પત્નીએ ડિલીટ કર્યું હતું. કાઇલીની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની પત્નીએ આ કામ કર્યું હતું.

Share
Next Story

ગાંડપણ / મેગન માર્કેલ જેવી દેખાવા અમેરિકી મહિલાએ 21 લાખ રૂપિયા ખર્ચી સર્જરી કરાવી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Man drives 5000 km to Google headquarter to threaten them about his missing you tube channel
(News in Gujarati from Divya Bhaskar)