દુનિયાનો સૌથી ખતરનાક જીવ, જ્યાં દેખાય ત્યાંથી ભાગી જવાની અપાય છે સલાહ

આ જીવના શરીરનું એક ટીપું મારી શકે છે આખા શહેરના લોકોને

Divyabhaskar.com Sep 10, 2018, 04:46 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ દુનિયાભરમાં એવા અસંખ્ય જીવ છે જેને માણસો ઓળખતા નથી અને તેનાથી સહેજ પણ બેદરકારી મોતનું કારણ બની જાય છે. એવો જ એક જીવ છે સ્ટોન ફિશ, જેને હંમેશા લોકો પથ્થર સમજવાની ભૂલ કરી દે છે, પરંતુ તેને અડતા જ વ્યક્તિનું મોત થઈ જાય છે. એટલ માટે હંમેશા દરિયા કિનારે ચેતવણી આપવામાં આવે છે કે, જો આવો જીવ દેખાય તો તાત્કાલિક ત્યાંથી ભાગી જાવ અને મદદ માંગો. દુનિયામાં સૌથી ઝેરી માછલી...

 

દુનિયાની સૌથી ઝેરી માછલી એટલે કે સ્ટોન ફિશ મકર રેખાની આસપાસ દરિયામાં જોવા મળે છે. આ માછલી પથ્થર જેવી દેખાય છે. આ જ કારણ છે કે, આ માછલીને મોટાભાગના લોકો ઓળખી શકતા નથી અને તેનો શિકાર થઈ જાય છે. જો ભૂલથી પણ આ માછલી પર કોઈનો પગ પડી જાય તો આ પોતાના પર પડવાની વજનની માત્રમાં ન્યૂરોટોક્સિન ઝેર કાઢે છે.

- આ ઝેર એટલુ ખતરનાક હોય છે કે, જો જીવતા રહેવું હોય તો તાત્કાલિક શરીરના એ અંગને કાપવું પડે છે, નહીં તો મોત નક્કી છે.
 

એક ટીપું ઝેર કરી શકે છે આખું શહેર તબાહ

 

- તેના શરીરને અડતા જ આ ફિશ 0.5 સેકન્ડની ઝડપે પોતાનું ઝેર છોડે છે. એટલે કે આંખના પલકારામાં જ તે પોતાનું કામ કરી દે છે. માનવામાં આવે છે કે, આ માછલીનું ઝેર એટલું ખતરનાક છે કે, તેનું એક ટીપું જો કોઈ શહેરના પાણીમાં મિક્ષ કરી દેવામાં આવે તો શહેરના દરેક વ્યક્તિનું મોત થઈ શકે છે. 

 

માણસના ચહેરા જેવી દેખાય છે માછલી


દુનિયામાં જોવા મળતી તમામ માછલીથી આ એકદમ અલગ છે. દેખાવમાં આ માછલીઓ જેવી નથી દેખાતી પરંતુ પથ્થર જેવી દેખાય છે. જ્યાં માછલીઓનું શરીર બહુ કોમળ હોય છે, ત્યારે તેનું શરીર પથ્થર જેવું હોય છે. તેનો ઉપરનો ભાગ પથ્થર જેવો સખત હોય છે. માછલની ઉપર આ પથ્થરની ખાલ થોડીથોડી માણસના ચહેરા જેવી દેખાય છે.

 

આ પણ વાંચો - જન્મથી જ પરેશાન રહેતી બાળકી, રડવું અને ગુસ્સો કરવો બની ગઈ'તી આદત, 40 વર્ષ બાદ પેરેન્ટ્સને ખબર પડી દીકરીની ચોંકાવી દેતી હકીકત

Share
Next Story

જન્મથી જ પરેશાન રહેતી બાળકી, રડવું અને ગુસ્સો કરવો બની ગઈ'તી આદત, 40 વર્ષ બાદ પેરેન્ટ્સને ખબર પડી દીકરીની ચોંકાવી દેતી હકીકત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: worlds most dangerous creatures Advice is given to run away from where it appears
(News in Gujarati from Divya Bhaskar)