'દીકરી' થાય તે માટે લીધો માતાએ લીધો IVF ટેક્નોલોજીનો સહારો, રિપોર્ટ જોઇને બધા મુકાયા આશ્ચર્યમાં

લગ્નના 3 વર્ષ બાદ પણ બાળક ન થતાં લીધી ટેક્નોલોજીની મદદ પણ થઇ જોવા જેવી

Divyabhaskar.com Sep 13, 2018, 02:39 PM IST

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે) 

 

અજબ-ગજબ ડેસ્ક: અમેરિકાની એક મહિલાને લગ્ન પછી ત્રણ વર્ષ બાદ બાળકો ન થતાં તેણે આઇવીએફ ટેક્નોલોજીની મદદ લીધી હતી. ત્યારબાદ તેણે આ ટેકનોલોજીની મદદથી પહેલા દીકરાઓને જન્મ આપ્યો હતો. મહિલા ખુબ જ ખુશ હતી. જોકે, તેમના પતિ દીકરીની ઇચ્છા ધરાવતા હતા. જ્યારે ત્રીજી વખત તેણી આ જ ટેક્નોલોજીની મદદથી પ્રેગ્નેન્ટ થઇ ત્યારે એલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ જોઇને ડોક્ટર્સ અને મહિલા આશ્ચર્યમાં મુકાયા હતા.

 

* લગ્નના ત્રણ વર્ષ પછી બની માતા
માતા બનવાની ખુશી અને તેનો અહેસાસ ખાસ હોય છે. દરેક મહિલા માતા બનવાનું સપનું જોવે છે. અમેરિકાની સારહ ઇમબિયરોવિક્ઝની સાથે કંઇ આવું જ થયું હતું. લગ્નના ત્રણ વર્ષ પછી પણ તેને સંતાન પ્રાપ્તિ થઇ ન હતી. સંતાન પ્રાપ્તિ માટે ખુબ જ મહેનત કરી પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

 

* IVF ટેક્નોલોજીની મદદ લીધી
સારહ પ્રમાણે તેના લગ્નના ત્રણ વર્ષ થયા હતા છતાં પ્રેગ્નેન્ટ થવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ તે નિષ્ફળ રહી હતી. તેણે વિટ્રો ફર્ટિલાઇજેશન (IVF) ટેક્નોલોજીની મદદથી પહેલી વખત દીકરાને જન્મ આપ્યો હતો અને પછી ત્રણ દીકરાઓને જન્મ આપ્યો હતો. પરંતુ તેના પતિ બિલ દીકરી ઇચ્છતા હતા.

 

* અલ્ટ્રાસાઉન્ડમાં જોવા મળી ત્રણ દીકરીઓ
મહિલાને ત્રીજી વખત પ્રેગ્નેન્ટ થવામાં મુશ્કેલીઓ આવી હતી. ડોક્ટરના સખ્ત પ્રયત્ન બાદ સરાહ ત્રીજી વખત પ્રેગ્નેન્ટ થઇ હતી. જ્યારે તેનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું ત્યારે તેના ગર્ભમાં ત્રણ દીકરીઓ હતી. આ જોઇને દંપતી ખુબ જ ખુશ હતું. હવે આ દંપતીને કુલ સાત બાળકો છે. ત્રણ દીકરીઓ અને ચાર દીકરાઓનો સમાવેશ થાય છે.

Share
Next Story

એક મિનીટથી પણ ઓછા સમયમાં કૂતરું બતાવશે વ્યક્તિને કેન્સર છે કે નહીં, કેવી રીતે?

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: woman gives birth three baby girl ivf technology
(News in Gujarati from Divya Bhaskar)