Loading...

ટ્રેનમાં બીજાની સીટ પર બેઠનારા પેસેન્જર પર ચીને લગાવ્યો પ્રતિબંધ, અનોખો છે નિયમ

ચીનમાં નિયમોનું ઉલ્લંઘન કરવા માટે ગુનેગારોને 3-6 મહિના સુધી પ્રતિબંધ લગાવવામાં આવે છે

Divya Bhaskar Aug 26, 2018, 12:37 PM

અજબ ગજબ: ચીનમાં બુલેટ ટ્રેનમાં બીજા પેસેન્જરની સીટ પર બેઠનારા અને તેની પરથી ઉભા ન થવા પર ચીની રેલ્વે વિભાગે એક વ્યક્તિ પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો છે. ચીની રેલ્વે વિભાગે જણાવ્યુ કે પ્રતિબંધની સાથે 200 યુઆન (2050 રૂપિયા)નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એક વીડિયોમાં જોવા મળ્યુ કે સુન નામનો વ્યક્તિ જિનાનથી બેઇજિંગ જનારી ટ્રેનના ઇકોનોમી કોચમાં એક મહિલાની વિન્ડો સીટ પર બેઠો છે, જ્યારે મહિલા તેને ત્યાથી ખસવા માટે કહે છે તો તે ઇનકાર કરી દે છે.

પાછળની રોમાં હતી સુનની સીટ

સુન વીડિયોમાં યુવા મહિલાને કહે છે કે તમારી પાસે ત્રણ વિકલ્પ છે- ઉભા થઇને જાઓ, મારી સીટ લઇ લો અને ડાઇનિંગ કોચમાં ચાલ્યા જાવ. ટિકિટ અનુસાર સુનની સીટ મહિલાની પાછળની સીટ હતી. જ્યારે એક ટ્રેન એટેન્ડન્ટ ચકાસણી માટે આવ્યો તો સુને તેને કહ્યું કે તે ઉભા થવામાં સક્ષમ નથી અને તેને એક વ્હીલચેર લાવવા કહ્યું. તે બાદ એક રેલ્વે પોલિસ અધિકારીએ પણ સુનને મનાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે માન્યો નહતો. તે બાદ મહિલાને બિઝનેસ ક્લાસ કોચમાં સીટ આપવામાં આવી હતી.

3-6 મહિના સુધી લગાવવામાં આવે છે પ્રતિબંધ

જ્યારે સોશિયલ મીડિયા પર સુનના વ્યવહારની નિંદા કરવામાં આવી તો રેલ્વે વિભાગે તેની વિરૂદ્ધ સજાનું એલાન કર્યુ હતું. જોકે, સુન ક્યારથી રેલ્વે યાત્રા નહી કરી શકે તે ખબર નથી. ચીનમાં નિયમોનું ઉલ્લંઘન કરવા માટે ગુનેગારોને રેલ યાત્રાથી 90 કે 180 દિવસ સુધી પ્રતિબંધ મુકવામાં આવે છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Man banned from train travel after occupying stranger seat
(News in Gujarati from Divya Bhaskar)