Loading...

દુકાનમાં ઘૂસીને કેશિયર સામે તાકી બંદૂક, બાદમાં જે થયું તે જોઈને ચોરની દયા આવશે

Video: લૂંટ કરવા માટે ગયેલા ચોરનાં કપડાં પણ ઊતરી ગયાં

Divya Bhaskar Sep 11, 2018, 03:01 PM

જ્યારે તમારું નસીબ જ વાંકુ હોય ત્યારે બધું જ અવળું પડે અને તેને સાબિત કરતી ઘટના એટલે આ સીસીટીવી ફૂટેજ. કોલોરાડોની એક દુકાનમાં લૂંટના ઇરાદે એક શખ્સ બંદૂક લઈને ઘૂસી જાય છે. તે સામે ઊભેલી કેશિયર સામે જેવી ગન કાઢીને તાકે છે ત્યાં જ તેનો સીન થઈ જાય છે. તેના હાથમાંથી ગન લપસીને સીધી જ કાઉન્ટરની સામેની બાજુ પડી જાય છે. બિચારો ચોર પણ તેને પરત લેવા માટે ધમપછાડા કરે છે. જો કે તેના ભારેખમ શરીરના લીધે બાપડો તે કાઉન્ટર પણ કૂદી શકતો નથી. કેશિયરે પણ સામે પડેલી બંદૂક ઉપાડી લેતાં જ ચોર સીધો જ બહાર દરવાજા તરફ ભાગે છે. હજુ પણ જાણે કે તેનો ખરાબ સમસ્ય પૂરો ના થયો હોય તેમ તેનું પેન્ટ પણ નીચે ઉતરવા લાગે છે. આ ભમરાળા ચોરની કરુણતા જોઈને સોશિયલ મીડિયામાં પણ લોકો ઠેકડી ઉડાવે છે.

તબિયતને ટનાટન રાખવા માટે કારગર છે નીચેના નુસખાઓ પણ:

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

લંડનમાં ભણેલા ગુજરાતી ડૉક્ટરે આપ્યો ડાયટ પ્લાન, વજન ઘટાડશે અને ડાયબિટીસને પણ કરશે કંટ્રોલ

આ ગુજરાતીએ શોધ્યું હાર્ટ બ્લોકેજનું અક્સીર ઔષધ, “અમૃત પુષ્પ” પીવાથી થાય કેન્સર પણ દૂર


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Guy’s Robbery Attempt Turns Into An Epic Fail|લૂંટ કરવા માટે ગયેલા ચોરનાં કપડાં પણ ઊતરી ગયાં
(News in Gujarati from Divya Bhaskar)