વ્યક્તિનો દાવોઃ 4 વર્ષથી ગાયબ મલેશિયાની ફ્લાઇટ MH370 ગૂગલ મેપમાં જોવા મળી

વ્યક્તિએ મલેશિયાથી 1 કલાકના અંતરે દરિયાની સપાટી નીચે ફ્લાઇટ હોવાનો દાવો કર્યો છે.

Divyabhaskar.com Aug 23, 2018, 04:00 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ ચાર વર્ષથી ગાયબ થયેલાં મલેશિયાઈ એમએચ370ને લઇને એક અજીબોગરીબ દાવો કરવામાં આવી રહ્યો છે. એક કોન્સપિરેશી થ્યોરિસ્ટે કહ્યું કે, તેણે ગૂગલ મેપમાંથી જાણવા મળ્યું છે કે, 4 વર્ષથી ગાયબ મલેશિયા એમએચ370 ફ્લાઇટ દરિયાની નીચે છે. તેણે દાવો કર્યો છે કે, ગૂગલ મેપની સેટેલાઇટે તે વિમાનને રેકોર્ડ કર્યું છે, જે પાણીની નીચે જોવા મળી રહ્યું છે. આ વિસ્તાર મલેશિયાની પાસે જ બતાવવામાં આવી રહ્યો છે. 

 

મલેશિયાથી 1 કલાકનાં અંતરે છે આ ફ્લાઇટઃ-
- તેણે કહ્યું કે, માર્ચ 2014માં આ ફ્લાઇટે મલેશિયાના કુઆલાલંપુરથી ઉડાન ભર્યું હતું અને જે જગ્યાએ જોવા મળ્યું તે લગભગ 1 કલાકના અંતરે છે. worldpronews ના આ બ્લોગમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, તે પ્લેન પાણીની નીચે મોજૂદ છે.

 

લોકો મારી વાતને માનશે નહીં તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છેઃ-
- આ પોસ્ટમાં આગળ ઉલ્લેખવામાં આવ્યું કે, મને વિશ્વાસ છે કે, લોકો મારી વાત માનશે નહીં. થોડાં લોકો કહેશે કે, આ કોઇ બીજું વિમાન છે જે લેન્ડ કરતી વખતે પાણી ઉપર જોવા મળ્યું હશે. પરંતુ આપણે આ જગ્યાની તપાસ કરવી જોઇએ. મારું કેલક્યુલેશન કહે છે કે, તે 55 થી 60 ફૂટના ઊંડાણમાં મોજૂદ છે.

 

થોડાં લોકોએ આ વાતને સાચી ઠરાવીઃ-
- આ પોસ્ટને અનેક લોકો સાચી માની રહ્યા છે. એક યૂઝરે લખ્યું, મેં ગૂગલ મેપ ચેક કર્યું છે. આ વ્યક્તિ સાચું કહી રહ્યો છે. આ ફ્લાઇટ એમએચ370 હોઇ શકે છે. જો તમે નજીકથી જોશો તો તે લેન્ડ નથી કરી રહી. આ પોસ્ટે ફરી એકવાર ફ્લાઇટ એમએચ370ને લઇને વિવાદ શરૂ કર્યો છે.

 

વિમાનના કંટ્રોલ બોર્ડ સાથે છેડછાડ થઇ હતીઃ-
હાલમાં જ આવેલાં એક રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવ્યું કે, બોઇંદ 777ના કંટ્રોલ સાથે છેડછાડ કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી તે જાણી શકાયું નથી કે, તેના માટે જવાબદાર કોણ હતું. જોકે, વિમાનના લાપતા થવાની ગુત્થી અત્યાર સુધી ઉકેલાઇ નથી. 495 પેજના રિપોર્ટમાં આ વાતનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, વિમાનમાં ઉડાન દરમિયાન શું થયું હતું. બીજિંગથી કુઆલાલંપુર જઇ રહેલું વિમાન 8 માર્ચ 2014ના રોજ ગાયબ થઇ ગયું હતું. તેમાં 239 લોકો સવાર હતાં. તપાસ ટીમના પ્રમુખ કોક સૂ ચોને મીડિયાને જણાવ્યું કે, કોઇપણ જવાબ ત્યારે જ આપી શકાશે જ્યારે વિમાનનું કોઇ અવશેષ મળી શકે.

 

મે મહિનામાં બંધ થઇ ગયું હતું સર્ચ અભિયાનઃ-
29 મેના રોજ મલેશિયા સરકારે અમેરિકી એજન્સી ઓશન ઇનફિનિટી દ્વારા કરવામાં આવી રહેલી સર્ચિંગને બંધ કરવાનું એલાન કર્યું હતું. ઓશન ઇનફિનિટીએ એક લાખ 12 હજાર વર્ગ કિમી વિસ્તારનું સર્ચ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ કોઇ પણ મુખ્ય સુરાગ હાથ લાગ્યો નહીં. આ પહેલાં ઓસ્ટ્રેલિયા, ચીન અને મલેશિયાએ સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું. તેમાં એક લાખ 20 વર્ગ કિમી વિસ્તારમાં શોધ કરવામાં આવી અને 147.06 મિલિયન ડોલર (લગભગ 1009 કરોડ રૂપિયા) ખર્ચ થયો.

 

કોઇએ રહ્યું ષડયંત્ર તો કોઇએ તકનીકી ખરાબીની વાત જણાવીઃ-
છેલ્લાં ચાર વર્ષથી એમએચ370ને લઇને અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે. થોડાં લોકો તેની પાછળ ષડયંત્ર, થોડાં તકનીકી ખરાબી તો થોડાં લોકો ક્રેશ થવાની વાત જણાવી રહ્યા છે. થોડાં લોકો વિમાનને એલિયન દ્વારા અગવા થવાની વાતો પણ કરી રહ્યા છે. કોઇકના પ્રમાણે, સોશ્યિલ મીડિયા પર લગભગ 60 થિયરી ચાલી રહી છે. અમે એક પછી એક બધાનું ખંડન કરી રહ્યા છીએ. આ વાતની કોઇ સાબિતી નથી કે, વિમાને કોઇ નિર્દેશોનું પાલન ના કર્યું હોય.

 

આ પણ વાંચોઃ- આ સમુદાયમાં વરરાજાને દારૂ પીવડાવે છે સાસુમાં, તે પછી જ શરૂ થાય છે લગ્નનો ઉત્સવ

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Flight MH370 conspiracy theorist spots 'underwater' in Google Maps, Cliams Conspiracy Theorist
(News in Gujarati from Divya Bhaskar)