એક મિનીટથી પણ ઓછા સમયમાં કૂતરું બતાવશે વ્યક્તિને કેન્સર છે કે નહીં, કેવી રીતે?

ટ્રાયલ દરમિયાન 2000 સ્વસ્થ્ય અને બીમાર લોકોના યૂરીન સેમ્પલ લેવાયા હતા

Divyabhaskar.com Sep 11, 2018, 04:18 PM IST

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે) 

 

અજબ-ગજબ ડેસ્ક: બ્રિટિશ મેડિકલ ટ્રાયલ દરમિયાન રિસર્ચર્સને કેન્સર વિરુદ્ધ એક મોટી સફળતા મળી હોવાનો દાવો છે. ત્રણ વર્ષના ટ્રાયલ બાદ રિસર્ચર્સે જાહેરાત કરી છે કે, કૂતરાની મદદથી પણ માણસને જો કેન્સરની બિમારી હશે તો તેના વિશે ખબર પડી શકે એમ છે. આ ટ્રાયલ યોર્કશાયરના ધ હુલ એન્ડ ઈસ્ટ હોસ્પિટલ ટ્રસ્ટમાં કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન 2000 સ્વસ્થ્ય અને બીમાર લોકોના યૂરીન સેમ્પલ લેવાયા હતા.

- આ સેમ્પલ્સ દ્વારા કૂતરાને કેન્સરની ઓળખ માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. જો મેડિકલ સાયન્સમાં ટ્રાયલની આ પ્રક્રિયાને ઉપયોગમાં લેવામાં આવે તો ગણતરીની મિનીટોમાં કેન્સર રોગીની તપાસ થઈ શકશે. પરંતુ હજુ સુધી રિસર્ચર્સને આંતરડાના કેન્સરમાં જ સફળતા મળી છે. આગળ જોઈએ શું કૂતરૂ ખરેખર કેન્સર દર્દીની ઓળખ કરી શકે છે?

 

* કૂતરામાં છે સૂંઘવાની અવિશ્વસનિય શક્તિ - પોતાની સૂંઘવાની ક્ષમતાના કારણે કૂતરાઓનો ઉપયોગ ડ્રગ્સ પકડવાથી લઈ લેન્ડ માઈન ડિટેક્ટ કરવા, અને શંકાસ્પદોની તપાસ અને બેડ બગ તપાસવા માટે પણ કરવામાં આવે છે. નવા રિસર્ચ બાદ દાવો કરવામાં આવ્યો છે કે, કૂતરૂ કેન્સર રોગીની પમ એક મિનીટમાં ઓળખ કરી શકે છે.
- મેડિકલ ડિટેક્શન ડોગ અનુસાર, રૂ એક ટ્રિલિયન (એક લાખ કરોડ)માંથી પણ એક ભાગને સુંઘી શકે તેટલી તેની ક્ષમતા છે. તેને સરળ શબ્દોમાં સમજીએ તો બે ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પુલમાં એક ચમચી ખાંડની માત્રા. આ પહેલા પ્રોસ્ટેટ કેન્સરને લઈ થયેલા ટ્રાયલમાં કૂતરાએ 93 ટકા વિશ્વસનીયતા સાથે સેમ્પલની ઓળખ કરી હતી.


* મુશ્કેલ ટેસ્ટમાંથી મળી શકે છે રાહત - રિસર્ચરોનું માનવું છે કે, આ નવી પ્રકારની રીતના ઉપયોગથી બીમારીની તપાસ માટે કરવામાં આવતા કઠિન ટેસ્ટોમાંથી રાહત મળશે. સાથે ફીના ખર્ચમાં પણ સામાન્ય માણસને ઘણી રાહત મળશે. વર્તમાનમાં શરૂઆતના કેન્સરની તપાસ માટે કેટલીએ પ્રકારના ટેસ્ટ થાય છે. તેમાં બ્લડની તપાસથી લઈ સ્પેશ્યલ સેમ્પલિંગ કિટ સુધીનો ઉપયોગ કરવામાં આવે છે. આ તપાસ દરમિયાન રોગીના મળની પણ તપાસ થાય છે. શરીરમાં રહેલા લોહીના આધાર પર રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. ઈંગ્લેન્ડમાં કોલોરેક્ટલ કેન્સરથી બચનારા લોકોની સંખ્યા 51 ટકા છે. સ્ટેજ વન પર 95 ટકા પુરૂષ અને મહિલાઓના 100 ટકા બચવાના ચાન્સ હોય છે.

Share
Next Story

ઘરની બહાર રમવા ગયો'તો Dog, પાછો ફર્યો તો શરીર પર દેખાયા વિચિત્ર નિશાન, ઓનરને લાગ્યો કોઈ જંતુ કરડવાનો ડર

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Dog will identify if patient is suffered with cancer or not in less than a minute
(News in Gujarati from Divya Bhaskar)