Loading...

માત્ર 900 રૂપિયામાં વેચાઈ રહ્યો છે સાડા 4 કરોડ રૂપિયાનો આ બંગલો, ખરીદનારને તેની સાથે મોટી રકમ પણ મળશે

બંગલામાં સ્વિમિંગ પૂલથી લઈને દરેક ફેસિલિટી છે હાજર

Divya Bhaskar Sep 12, 2018, 11:47 AM

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: ઈંગ્લેન્ડમાં એક કપલ પોતાનો જૂનો બંગલો વેચી રહ્યો છે. આ વિક્ટોરિયન પ્રોપર્ટીમાં ચાર બેડરૂમ, એક ઓપન સ્વિમિંગ પૂલ અને હોટ ટબથી લઈને તમામ સુવિધાઓ છે. તેને ખરીદવા માટે માત્ર 900 રૂપિયા ખર્ચ કરવા પડશે કારણકે કપલ તેને લોટરી ટિકિટ સિસ્ટમથી વેચવા માંગે છે. જે પણ વ્યક્તિની ટિકિટ સિલેક્ટ થશે, તે કેશ પ્રાઈઝ સાથે આ બંગલાનો માલિક પણ બનશે. વિનરને ટિકિટ સિવાય અન્ય કોઈ ખર્ચ ઉપાડવાનો નથી.

* કેમ બંગલો વેચી રહ્યું છે કપલ?
- કપલે આ પ્રોપર્ટી 1977માં ખરીદી હતી, જે દરિયા કિનારે હાજર ટાઉનથી માત્ર 10 મિનિટના અંતરે હાજર છે. એટલે કે નવા નવા માલિકને અહીં ગરમીઓ વચ્ચે પણ મજા લેવાનો ચાન્સ મળશે.
- 40 વર્ષથી આ બંગલો કપલ રોબર્ટ અને એવરિલનું ઘર હતું. કપલ તેને સ્ટેટ એજન્ટ દ્વારા વેચવા માંગતું નથી. એવામાં તેમણે તેને એક વેબસાઈટ દ્વારા ટિકિટ સિસ્ટમથી વેચવાનો નિર્ણય કર્યો.
- કપલે વેબસાઈટ પર જાણકારી દેતા જણાવ્યું કે તેમના માટે આ ઘર મેનેજ કરવું મુશ્કેલભર્યું બની રહ્યું છે. ગાર્ડન એરિયા એટલો મોટો છે કે હવે ઉંમરના લીધે તેનો ખ્યાલ રાખી શકતા નથી.
- કપલે બતાવ્યું કે ત્રણ વર્ષ પહેલા તેમણે પોતાની દીકરીને ખોઈ દીધી, જે નવી લાઈફ શરુ કરવા જઈ રહી હતી. આ ઘટનાએ તેમના પર ઊંડો ઘા માર્યો
- કપલે બતાવ્યું કે તેમનો દીકરો પોતાની નાની ફેમિલી સાથે અન્ય શહેરમાં રહે છે અને તેઓ ઈચ્છે છે કે અમે તેની સાથે રહીને સમય વિતાવીએ માટે અમારે બંગલો વેચવો છે

* ટિકિટ સિવાય અન્ય કોઈ ખર્ચ નથી
- કપલે આ બંગલો વેચવા માટે લોટરી સિસ્ટમને પસંદ કરી છે, જેમાં માત્ર ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં રહેતા લોકો ભાગ લઇ શકે છે
- એક વ્યક્તિ એકથી વધુ ટિકિટ પણ ખરીદી શકે છે પણ 10,000 ટિકિટથી વધુ નહીં ખરીદી શકે. જોકે આટલી ટિકિટ લેવી કોઈ માટે રિસ્ક પણ હોઈ શકે છે
- સાથે જ, આ વ્યક્તિને મકાનના માલિક બનવાનો ચાન્સ મળશે, તેને ટિકિટ સિવાય અન્ય કોઈ ખર્ચ કરવો પડશે નહીં.

* બંગલા સાથે કેશ પણ મળશે
- આ લોટરીનો ડ્રો 2 જાન્યુઆરી 2019માં થશે અને 3 જાન્યુઆરીએ વિનરનું નામ એનાઉન્સ કરશે. વિનરને કમ્પ્યુટર એલ્ગોરિધ્મથી પસંદ કરશે
- કપલે મકાન વેચવા માટે 60000 ટિકિટ વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે અને તેને મકાન માટે નવા માલિક સહીત સેકન્ડ અને થર્ડ પોઝિશન પર આવનારા ટિકિટ ધારકો માટે પ્રાઈઝ મની પણ રાખ્યું છે
- મકાન માટે નવા ઓનર અને ફર્સ્ટ પ્રાઈઝ હકદારને ટિકિટની કિંમતના 40 ટકા ભાગ કેશ તરીકે મળશે.
- ટાર્ગેટ મુજબ, 60 હજાર ટિકિટ ન વેચાય તો પણ આ જ વ્યવસ્થા રહેશે

આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Couple Raffling Off Their Huge Home Complete With Pool
(News in Gujarati from Divya Bhaskar)