Loading...

રણ નીચે સોનાની લંકા જેવું વધુ એક શહેર મળ્યું હોવાનો દાવો, હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબ્યું હતું, મનાય છે ધરતીનું સ્વર્ગ

ભગવાનના શ્રોપથી ખતમ થઈ ગયું રાજ્ય, વૈજ્ઞાનિકો માટે આજે પણ કોયડો

Divyabhaskar.com | Updated -Sep 10, 2018, 05:43 PM

અજબ-ગજબ ડેસ્કઃ જે રીતે માન્યતા છે કે રાવણની સોનાની લંકા પણ શ્રીલંકાના દરિયામાં સમાઈ ગઈ હતી, બસ એવી જ રીતે એક શહેરને શોધવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ દાવો છે કોન્સપિરેસી થ્યોરિસ્ટ્સનો. યુટ્યુબ ચેનલમાં કરાયેલા આ દાવા પ્રમાણે, આ પ્રાચીન સમયમાં દરિયામાં ડૂબેલું એટલાન્ટિસ શહેર છે, જે હવે સહારાના રણમાં છૂપાયેલું દેખાઈ રહ્યું છે. 

 

આવી છે એટલાન્ટિસની કહાણી...


- અંદાજે 360 બીસીમાં લખવામાં આવેલી ગ્રીસ ફિલોસોફર પ્લાટના પુસ્તકમાં રહસ્યમય શહેરનો પહેલો ઉલ્લેખ હતો. તેના પ્રમાણે, એટલાન્ટિસને સૌથી સુખી જગ્યા માનવામાં આવતી હતી. ત્યાં સોના-ચાંદી સાથે જ અમૂલ્ય પથ્થરોની ભરમાર હતી. દ્વીપ પર દૂર-દૂર સુધી હરિયાળા મેદાન પથરાયેલા હતા. જમીન બહુ ફળદ્રુપ હતી. મોટી સંખ્યામાં પશુ-પક્ષી હતા, તો ફળોના બગીચા પણ હતા. શહેરને પાંચ ભાગમાં ફાળવવામાં આવ્યું હતું. તે સમયમાં તેને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવતું હતું.
- માનવામાં આવે છે કે, એટલાન્ટિસમાં ઘણા પ્રાચીન મંદિરો પણ હતા. અહીંયા એક રાજાનું શાસન હતું. ઘણા મંદિર સોનાના બનેલા હતા, જેની આગળ સોનાના રથ અને કોઈ ભગવાનની ભવ્ય મૂર્તિ હતી. પરંતુ રાજગાદીને લઈને અહીંયા લોકોએ એકબીજાનો નરસંહાર કર્યો.

 

ભગવાનના શ્રાપથી આવ્યો પ્રલય


- માનવામાં આવે છે કે, આ સ્વર્ગ પર વધતા નરસંહારના કારણે ભગવાને આ જગ્યાને શ્રાપ આપ્યો હતો. ત્યારબાદ એક પ્રલય આવ્યો અને બધુ ખતમ થઈ ગયું. તમામ સભ્યતાનું નામોનિશાન ભૂંસાઈ ગયું. હકીકતમાં ત્યાં એક સાથે ઘણી આપત્તિઓએ હુમલો કર્યો હતો. ઈતિહાસ પ્રમાણે, ત્યાં જ્વાળામુખી ફાટ્યો તો દરિયાનું પાણીના ઊંચા મોજાએ આખા દ્વીપને પોતાનામાં સમાઈ લીધું.
- શરૂઆત જ્વાળામુખીના ફાટવાથી થઈ. તેમાંથી નીકળેલી કાળી રાખે આખા ક્ષેત્રમાં અંધારું કરી દીધું. મોટા પ્રમાણમાં રાખ મળતા તેનો રંગ પણ બદલાઈ ગયો. જ્વાળામુખીથી નીકળેલા મોટા અને ગરમ ખડકોનો જાણે કે વરસાદ જ થવા લાગ્યો. ઘણા જોરદાર ધમાકા થયા.
 

પરંતુ સાયન્સ માટે આજે પણ કોયડો


વૈજ્ઞાનિકોને આજે પણ આ શહેર અને તેના ઈતિહાસની સ્પષ્ટ જાણકારી નથી. વર્ષો પછી પણ વૈજ્ઞાનિક આ ઘટનાક્રમના મૂળ સુધી પહોંચી શક્યા નથી. માત્ર અંદાજો જ લગાવાઈ રહ્યો છે કે, તે સમયે 500થી 1000 એઠમ બોમ્બ ફાટવા જેવી સ્થિતિ પેદા થઈ હતી, જેના કારણે સમૂચી સભ્યતાનો સફાયો થઈ ગયો. સફાયો પણ એટલા મોટા સ્તરે થયો કે, આજે પણ તેના કોઈ પુરાવા મળ્યા નથી.
 

તો શું સાચો છે કોન્સપિરેસી થ્યોરિસ્ટનો દાવો


- ઈતિહાસની ઘણા વાત કોન્સપિરેસી થ્યોરી જેવી જ લાગે છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, જો આ સાચે એટલાન્ટિસ શહેર છે, તો આ દરિયાથી સહારા રણ કેવી રીતે પહોંચ્યું?

 

 

આ પણ વાંચો - બિલ્ડરે પડાવ્યું 150 વર્ષ જૂનું થિયેટર, તો દીવાલોની નીચે દબાયેલો મળ્યો વર્ષો જૂનો ઘડો

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Claim of another city like the gold of Lanka under the desert which believed that the heaven of earth
(News in Gujarati from Divya Bhaskar)