ગાંડપણ / મેગન માર્કેલ જેવી દેખાવા અમેરિકી મહિલાએ 21 લાખ રૂપિયા ખર્ચી સર્જરી કરાવી

Divyabhaskar.com Mar 12, 2019, 04:18 PM IST
ટેક્સાસ: અમેરિકી મહિલા સોચી ગ્રીરે બ્રિટિશ પ્રિન્સ હેરીનાં પત્ની મેગન માર્કેલ જેવી દેખાવા માટે 21 લાખ રૂપિયા ખર્ચી કોસ્મેટિક સર્જરી કરાવી. સોચી 3 બાળકોની માતા છે. તેણે કહ્યું કે મારા ત્રીજા બાળકની ડિલિવરી બાદ મારું શરીર પહેલાં જેવું નહોતું. આત્મવિશ્વાસ ઘટી ગયો હતો. હવે સર્જરીથી મારું આત્સસન્માન વધી ગયું છે કેમ કે હું મેગન માર્કેલ જેવી દેખાઉં છું. 36 વર્ષીય સોચી એક વકીલ છે. સોચી મેગન જેવું નાક અને દાઢી ઇચ્છતી હતી. મેગનની સગાઇ નક્કી થઇ ત્યારથી તે તેને ફોલો કરતી હતી. રોયલ વેડિંગ દરમ્યાન સોચી અને તેના ડોક્ટર મેગનના દરેક લુક પર નજર રાખતા જેથી સર્જરીમાં તેને ફાયદો થઇ શકે. સોચીએ કહ્યું કે, હું મારા સર્જરી બાદના લુકથી ખૂબ ખુશ છું. હું જેવો લુક ઇચ્છતી હતી આ એકદમ એવો જ લુક છે. હું હવે ખૂબ આત્મવિશ્વાસથી રહી શકું છું.
Next Story

હરાજી / 412 વર્ષ પ્રાચીન પેઇન્ટિંગ ફ્રાન્સના ઘરમાં ધૂળ ખાતું મળ્યું, હરાજીમાં 1200 કરોડ રૂપિયામાં વેચાઈ શકે છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: A woman goes through surgery worth Rs 21 lakhs to look like Meghan Markle
(News in Gujarati from Divya Bhaskar)