હરાજી / 412 વર્ષ પ્રાચીન પેઇન્ટિંગ ફ્રાન્સના ઘરમાં ધૂળ ખાતું મળ્યું, હરાજીમાં 1200 કરોડ રૂપિયામાં વેચાઈ શકે છે

  • ઇટાલીના મશહૂર ચિત્રકાર માઇકલ એન્જેલો મેરિસી દ કારાવાજિયોએ 1607માં પેઇન્ટિંગ બનાવ્યું હતું 
Divyabhaskar.com Mar 07, 2019, 05:00 PM IST

પેરિસ: વિશ્વના સૌથી લોકપ્રિય ચિત્રકારોમાં માઇકલ એન્જેલો મેરિસી દ કારાવાજિયો(1571-1610) સ્થાન ધરાવે છે. તેમના 412 વર્ષ પ્રાચીન એક પેઇન્ટિંગની હરાજી થવાની છે. નિષ્ણાંતોના કહેવા મુજબ, 'જ્યૂડિથ એન્ડ હોલોફેરનેસ' નામનું આ પેઇન્ટિંગ માઇકલ એન્જેલોએ વર્ષ 1607માં બનાવ્યું હતું. 


7 જૂને થનારી હરાજીમાં આ પેઇન્ટિંગ 17 કરોડ ડોલર (અંદાજે 1200 કરોડ રૂપિયા)માં વેચાઈ શકે છે. કારાવાજિયોએ આ પેઇન્ટિંગ તૈયાર કર્યું તેના થોડા સમયમાં જ તે ગુમ થઇ ગયું હતું. તે પાછું મળ્યું તે કિસ્સો પણ ચોંકાવનારો છે. તેની હરાજી કરનારા માર્ક લબાર્બને તે ટૂલો સ્થિત પોતાના ઘરના સામાનમાં ધૂળ ખાતું મળ્યું હતું. માર્કે પેઇન્ટિંગ આર્ટ નિષ્ણાંત એરિક તુર્કિનને બતાવ્યું તો તેમણે તેના વિશે વિસ્તૃત માહિતી આપી. જેને તેઓ સામાન્ય પેઇન્ટિંગ સમજતા હતા તે કરોડોનું નીકળ્યું. 

 

પેઇન્ટિંગ મળ્યાની વાત બે વર્ષ સુધી સરકારથી છુપાવી 
માર્ક લબાર્બને આ પેઇન્ટિંગ 2014માં મળ્યું હતું. એરિક તુર્કિને પેઇન્ટિંગને પોતાના ઘરના બેડરૂમમાં બે વર્ષ સુધી છુપાવી રાખ્યું. આવું કોઇ પેઇન્ટિંગ હોવાની વાત સરકારથી પણ છુપાવાઇ. 2016માં સરકારને જાણવા મળ્યું કે આ પેઇન્ટિંગ માઇકલ એન્જેલોનું છે. પેઇન્ટિંગની ચકાસણી કરવા માટે લોકપ્રિય લૂવર મ્યૂઝિયમના નિષ્ણાતોને એરિક તુર્કિનના ઘરે મોકલાયા હતા. 

 

2 પત્રથી પેઇન્ટિંગની ઓળખ થઇ 
એરિક તુર્કિને પેઇન્ટિંગ સાથે મળેલા બે પત્રના આધારે પેઇન્ટિંગની ઓળખ કરી. આ પત્ર 1619માં ઇટાલીના મનતુઆ રાજ્યના રાજા(ડ્યૂક)ને લખાયા હતા. તેમાં પેઇન્ટિંગની પૂરી માહિતી હતી. સાથે જ તે ક્યાં બનેલું છે અને તેની કોપી કોની પાસે છે તે પણ વિસ્તૃતમાં જણાવાયું હતું. 

Next Story

ન્યૂ લુક / 7મા માળેથી પડતાં ચહેરો બગડ્યો, 3-ડી સ્કેનિંગ-300 સ્ક્રૂ-પ્લેટથી નવો ચહેરો મળ્યો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 412 years old painting of Caravaggio found, will be auctioned at Rs 1200 Cr
(News in Gujarati from Divya Bhaskar)