ન્યૂ લુક / 7મા માળેથી પડતાં ચહેરો બગડ્યો, 3-ડી સ્કેનિંગ-300 સ્ક્રૂ-પ્લેટથી નવો ચહેરો મળ્યો

Divyabhaskar.com Feb 26, 2019, 02:51 PM IST
બીજિંગ: ચીનમાં ડોક્ટરોએ 26 વર્ષની એક યુવતીના ખરાબ રીતે બગડી ગયેલા ચહેરાને 3-ડી સ્કેનિંગ ટેક્નિક દ્વારા ફરીથી નવો બનાવી દીધો છે. જેના માટે યુવતીના માથામાં 300 સ્ક્રૂ અને સ્ટીલની પ્લેટ નાખી છે. ચેન લિદાન નામની યુવતી શિચુઆન એરલાઇન્સમાં ફ્લાઇટ અટેન્ડેન્ટ હતી. ચાર વર્ષ પહેલાં એક હોટેલમાં કાર્યક્રમ દરમિયાન તે 7મા માળેથી પડી ગઇ હતી. જેમાં તેનો જીવ તો બચી ગયો પણ ચહેરો ખરાબ રીતે બગડી ગયો હતો. તે બરાબર બોલી પણ શકતી ન હતી અને તેની યાદશક્તિ પણ જતી રહી હતી. વેસ્ટ ચાઇના હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે, ચેનનો જીવ બચાવ્યા પછી તેને નવો ચહેરો આપવાનું કામ સૌથી મુશ્કેલ હતું. શનિવારે તેને નવો ચહેરો આપવામાં આવ્યો છતાં હજુ તે પોતાને સંપૂર્ણપણે ઓળખી શકતી નથી. ડોક્ટરોએ પહેલાં તેને જૂનો ચહેરો બતાવ્યો, પછી અરીસામાં નવો ચહેરો પણ દેખાડ્યો. ચેને કહ્યું કે, તે પહેલાંની જેમ જ ફોટોમાં સુંદર દેખાઇ રહી છે. ડોક્ટરોએ જણાવ્યું કે નવો ચહેરો આપવા માટે ચેનનો બે વર્ષ સુધી ઇલાજ ચાલ્યો. જેમાં તેના ચહેરા અને માથાના ઉપરના ભાગનું 3-ડી સ્કેનિંગ કરી સૌથી પહેલાં તેના માથાના નીચેના ભાગમાં સ્ટીલની પ્લેટ નાખવામાં આવી. ત્યાર બાદ ચહેરાને નવો આકાર આપવા માટે 26 ઓપરેશન કરવામાં આવ્યા. તેમાં 300થી વધુ સ્ક્રૂ અને નાની-નાની ખીલોનો ઉપયોગ કરવામાં આવ્યો. ડોક્ટરોએ તેની ખોપરીની નીચે સ્ટીલ પ્લેટ મૂકવી પડી અને સ્ટીલ સ્ક્રૂ-ખીલીઓ નાંખી નવો ચહેરો બનાવ્યો. 
Next Story

રેરેસ્ટ ઓફ રેર / 90% બંધ આંખ ખોલવામાં સફળતા, વિશ્વનો માત્ર 20મો કેસ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Girl gets new face with 3D scanning and 300 screw - plates
(News in Gujarati from Divya Bhaskar)