ઇન્ટરેસ્ટિંગ / 91 વર્ષના પેટીએ તેમના પૌત્ર સાથે હાઈસ્કૂલ ડિપ્લોમા પૂરું કર્યું

  • બીજા વિશ્વયુદ્ધમાં પેટી સામેલ હતા
  • પિતાના મૃત્યુના લીધે ધોરણ 8 સુધી જ ભણી શક્યા હતા
Divyabhaskar.com May 18, 2019, 11:27 AM IST

અજબ-ગજબ ડેસ્ક: અમેરિકામાં 91 વર્ષીય પેટી સબેદ્રાએ તેમના પૌત્રની સાથે હાઈસ્કૂલ ડિપ્લોમા પૂરું કર્યું. બીજા વિશ્વયુદ્ધમાં સામેલ પેટીએ પોતાના પરિવારને સપોર્ટ કરવા માટે અધવચ્ચે ભણવાનું છોડી દીધું હતું.

બુધવારે પેટીને પિટ્સબર્ગ શહેરની ડેરી એરિયા મિડલ સ્કૂલમાં હાઈસ્કૂલ ડિપ્લોમાની ડિગ્રી આપવામાં આવી હતી. આ સમારોહમાં પેટી સાથે તેમનો પૌત્ર પણ હાજર હતો, જે 31 મે ના રોજ હાઈસ્કૂલનું એજ્યુકેશન પૂરું કરશે.

વર્ષ 1940માં પેટી જ્યારે ધોરણ 8 માં હતા, ત્યારે તેમના પિતાનું મૃત્યુ થયું હતું. પિતાની ગેરહાજરીમાં ઘરની જવાબદારી તેમના માથે આવી ગઈ હતી. પેટી અને તેમના મોટા ભાઈએ કામ કરવા માટે ભણતર છોડી દીધું હતું. અમેરિકાના બીજા વિશ્વયુદ્ધમાં પણ પેટી સામેલ હતા. આ પહેલાં બંને ભાઈઓ રેલવે રોડ બનવાનું કામ કરતા હતા.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બંને ભાઈઓને જર્મની મોકલી દીધા હતા, જ્યાં તેમણે મિલેટરી પોલીસ સાથે કામ કર્યું હતું. વિશ્વયુદ્ધ બાદ બંને સલામત  ઘરે પરત ફર્યા હતા. છોડી દીધેલું ભણતર પૌત્ર સાથે પૂરું કરીને પેટી ઘણા ખુશ છે.

Share
Next Story

નિઃસ્વાર્થ / કોલકાતાના લક્ષ્મી નારાયણ છેલ્લાં 29 વર્ષથી ગ્રાહકોને માત્ર 25 પૈસામાં કચોરી ખવડાવે છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 91-year-old Petty completed high school diploma with her grandson
(News in Gujarati from Divya Bhaskar)