તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્ર:‘અમને કપડાં કઢાવી પોલીસ સામે નચાવે છે’, સરકારી હોસ્ટેલની છોકરીઓના આક્ષેપ બાદ તપાસના આદેશ

એક દિવસ પહેલા
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

મહારાષ્ટ્રના જલગાંવમાં માનવતાને લજાવતી ઘટના સામે આવી છે. અહીં આશાદીપ મહિલા હોસ્ટેલમાં ઇન્ચાર્જ છોકરીઓને કપડા કઢાવી ડાન્સ કરાવતો અને તેનો વીડિયો પણ બનાવતો હતો. આ કૃત્ય પોલીસકર્મીઓ સામે જ થતું હતું. છોકરીઓના કહ્યા મુજબ, હોસ્ટેલના ઇન્ચાર્જ રૂપિયાની લાલચે વારંવાર ગીતો વગાડી કપડા કઢાવી ડાન્સ કરાવી તેનો વીડિયો ઉતારતો હતો. આ વાત કોઈને છોકરીઓ કહે નહીં એટલે તે વીડિયો વાઇરલ કરવાની પણ ધમકી આપતો હતો. આ ઉપરાંત છોકરીઓને તેમના પરિવારને પણ મળવા દેતાં નહોતા. જેથી ઘણાં છોકરીઓ મળવા ના આવતાં એક રિલેટિવ NGO સાથે હોસ્ટેલ આવી પહોંચ્યા અને છોકરીઓએ હિંમત કરીને પોતાની વ્યથા વર્ણવી હતી. આ ઘટના સામે આવતાં મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી બે દિવસમાં રિપોર્ટ માગ્યો છે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...