વાઇરલ:ખભે સ્કૂટી લઈને હાઈવે પર નીકળ્યો યુવક, વાહનચાલકો જોતાં રહ્યાં
એક દિવસ પહેલા
Loading advertisement...
હિમાલચ પ્રદેશના કુલ્લુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં એક યુવક ખભે સ્કૂટી ચઢાવીને ચાલતાં-ચાલતાં હાઈવે પર જઈ રહ્યો છે. યુવકના ખભા પર સ્કૂટી જોઈને રસ્તે પસાર થતાં વાહનચાલકો અચંબિત રહી જાય છે. જો કે, આ યુવક કોણ છે અને શા માટે ખભા પર સ્કૂટી ચઢાવી હતી એ અંગેની કોઈ જાણકારી મળી નથી. વીડિયો સામે આવતાં લોકો તેને પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સાથે જોડી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે યુવક આ રીતે સ્કૂટી ખભા પર લઈને નીકળ્યો છે.
Loading advertisement...