તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPના હાથરસમાં હત્યા:પુત્રી સાથે છેડતીની ફરિયાદ કરનાર પિતાની ગોળી મારીને હત્યા કરાઈ, પુત્રીએ નનામીને કાંધ આપી; પીડિત પરિવારનો દાવો- આરોપી સપા નેતા

લખનઉ2 દિવસ પહેલા
પોલીસે સમજાવ્યા બાદ પરિવારજનો અમરીશના અંતિમ સંસ્કાર માટે સંમત થયા હતા. પુત્રીએ જ્યારે પિતાને કાંધ આપી ત્યારે ત્યાં હાજર લોકોની આંખો આંસુથી છલકાઈ ગઇ હતી.
  • પુત્રી સાથે થયેલી છેડતીની ફરિયાદ મામલે પિતાની હત્યા કરવામાં આવી
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

ઉત્તરપ્રદેશના હાથરસના નોજરપુર ગામમાં પુત્રી સાથે છેડતી થયાની ફરિયાદ નોંધાવનાર પિતાની સોમવારે સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આરોપી છેડતીનો કેસ પાછો ખેંચવા માટે પીડિત પરિવાર પર દબાણ કરી રહ્યો હતો. મૃતકની પુત્રીએ 6 લોકો સામે કેસ દાખલ કરાવ્યો છે; તેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે. પીડિત પરિવારનો આરોપ છે કે ગૌરવ સપા સાથે જોડાયેલો છે.

પીડિતા પરિવારજનોએ તમામ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું, પરંતુ પોલીસના સમજાવ્યા બાદ પરિવાર સંમત થયો હતો. પિતાની નનામીને પુત્રીએ કાંધ આપી હતી. આ જોઈને ત્યાં હાજર દરેકની આંખો આંસુથી છલકાઈ હતી.

પીડિત પરિવાર અને આરોપી ગૌરવ વચ્ચે જૂની દુશ્મનાવટ
મૃતક અમરીશ (52)ના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે આરોપી ગૌરવ સાથે તેમના પરિવારની જૂની દુશ્મનાવટ ચાલી રહી હતી. સોમવારે અમરીશની પુત્રી અને આરોપી ગૌરવની પત્ની-માસી ગામના મંદિરે પૂજા કરવા ગયાં હતાં; ત્યાં આ મહિલાઓ વચ્ચે ઝગડો થયો હતો.

ગોળી મારીને પિતાની કરવામાં આવી હતી હત્યા
સાંજે અમરીશ પોતાના ખેતરમાં બટાકા કાઢી રહ્યો હતો. તેની પત્ની પુત્રી સાથે ભોજન લઈને ખેતરે પહોંચી હતી. આ દરમિયાન આરોપી ગૌરવ પોતાના ત્રણ મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો અને અમરીશ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઘાયલ અમરીશને સારવાર માટે હાથરસ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

2018માં છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી
એસપી વિનીત જયસ્વાલના જણાવ્યા પ્રમાણે, અમરીશે 16 જુલાઈએ ગામમાં જ ગૌરવ શર્મા સામે પુત્રી સાથે છેડતી કર્યાની ફરિયાદ દાખલ નોંધાવી હતી. આ મામલામાં ગૌરવ 15 દિવસ સુધી જેલમાં રહ્યો હતો. જામીન પર બહાર આવ્યા બાદ તે અમરીશ પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો હતો.

અખિલેશ યાદવે કહ્યું- રામરાજ્ય લાવનારાના રાજમાં દીકરીઓ સુરક્ષિત નહીં
UPના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખ્હિલેશ યાદવે આ ઘટનાને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું- 'રામરાજ્ય લાવનારાના રાજમાં દીકરીઓ સુરક્ષિત નથી અને મુખ્યમંત્રી બંગાળમાં ફરી રહ્યા છે. હાથરસની પીડિત પુત્રીને મળવા સપાનું એક પ્રતિનિધિમંડળ મોકલવામાં આવશે. હું સ્વયં તે પુત્રી સાથે મુલાકાત માટે જઈશ.' આ તરફ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરીપીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) લગાવવા અને કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...