તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસામના પ્રવાસે પ્રિયંકા ગાંધી:કોંગ્રેસના જનરલ સેક્રેટરીએ ચાના બગીચામાં કામ કરતા શ્રમિકોની સાથે પત્તીઓ તોડી, તેજપુરમાં ચૂંટણી જનસભા પણ કરશે

ગુવાહાટી3 દિવસ પહેલા
  • પ્રિયંકાએ સોમવારે કામાખ્યા દેવીના મંદિરમાં પૂજા-અર્ચનાની સાથે બે દિવસીય પ્રવાસની શરૂઆત કરી
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રા મંગળવારે અસમના ચાના બગીચામાં મહિલા કર્મચારીઓની સાથે પત્તીઓ તોડતા જોવા મળ્યા છે. પ્રિયંકા અસમના મુલાકાતના દિવસે રાજ્યના સધારુ ટી સ્ટેટ પહોંચી હતી. અહીં તેમણે ચાના બગીચામાં કામ કરતા મજૂરો સાથે મુલાકાત કરી. આગામી સમયમાં આસામમાં થનારા વિધાનસભા ચૂંટણીમાં ચાના બગીચા અને મજૂર મહત્વનો મુદ્દો છે. પ્રિયંકા આજે જ તેજપુરમાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરશે.

કામાખ્યા દેવીના દર્શનની સાથે પ્રવાસની શરૂઆત
પ્રિયંકાએ સોમવારે કામાખ્યા દેવીના મંદિરમાં પૂજા-અર્ચનાની સાથે બે દિવસીય પ્રવાસની શરૂઆત કરી હતી. આસામમાં 126 સભ્યો ધરાવતી વિધાનસભા માટે 27 માર્ચ, એક એપ્રિલ અને છ એપ્રિલના ત્રણ તબક્કામાં મતદાન થશે.

સોમવારે ડાન્સ પણ કર્યો હતો
પુજા પછી તેમણે કહ્યું હતું કે ઘણા દિવસોથી અહીં આવવાની ઈચ્છા હતી, જે પુરી થઈ. તે પછી તેમણે લખીમપુરમાં બગીચાના મજૂરોની સાથે ઝુમુર ડાન્સ પણ કર્યો હતો.

મંગળવારે પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ

  • ચાના બગીચાના મહિલા મજૂરો સાથે ચર્ચા
  • તેજપુરના મહાભૈરવ મંદિરની મુલાકાત
  • તેજપુરમાં ચૂંટણી સભા

તમને જણાવી દીએ કે પ્રિયંકા ગાંધી અસમમાં જ હતા, અહીં સૌથી પહેલા તેમણે કામાખ્યા દેવી મંદિરમાં પુજા-અર્ચના કરી હતી. સોમવારે અસમમાં પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસે કેમ્પેનની મુલાકાત કરી, સાથે જ કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. આસામમાં પ્રિયંકા ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. અહીં તેમણે આદિવાસીઓની સાથે ટ્રાઈબલ ડાન્સ પણ કર્યો.

એક તરફ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આસામમાં મોરચો સંભાળ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દક્ષિણના રાજ્યોમાં સતત પ્રચાર કરવામાં જોડાયા છે. તમિલનાડુ પછી રાહુલ ગાંધી ફરી એક વખત કેરળની મુલાકાત કરશે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...