રજુઆત / નડિયાદમાં ધર્માંતરણના મુદે્ ચકચાર, 200 હિન્દુ આદિવાસીનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવ્યું

  • પંચમહાલથી પરિવારોને લાવ્યાની VHPએ કલેક્ટર અને પોલીસવડાને રજુઆત કરી
  • ધર્માંતરણમાં સંડોવાયેલાઓની સામે કેસ કરવાની માંગ કરાઇ, ફાધરે આક્ષેપ નકાર્યો
Divyabhaskar.com Nov 03, 2019, 08:02 AM IST

નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેરી હાઇટ્સની પાછળ છેવાડાના ભાગે ખ્રિસ્તીઓનું પાસ્ટ્રલ સેન્ટર આવેલું છે. જ્યાં પંચમહાલ અને ગોધરા વિસ્તારમાંથી આશરે 200થી પણ વધુ હિન્દુ આદિવાસીઓને લાવી હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્માતરણ કરાવ્યું હોવાના આક્ષેપો કરાયા હતા. આ મુદ્દે ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ શનિવારે કલેક્ટર કચેરીમાં અધિક કલેક્ટર અને ત્યારબાદ જિલ્લા પોલીસવડા દિવ્ય મિશ્રાને આવેદનપત્ર આપી ધર્માંતરણ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અને કાયદાની ઐસીતૈસી કરી કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના જ ધર્માંતરણ કરાવાયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, શહેરના નવા ડુમરાલ રોડ પર અનેરી હાઇટ્સ વિસ્તારમાં આવેલા પાસ્ટર સેન્ટરના કોન્ફરન્સ હોમ (સિસ્ટર ઓફ મેડમ ક્યૂરી) ચર્ચમાં આ ધર્માંતરણની પ્રક્રિયા કરાઇ છે. તેથી આમાં સંડોવાયેલાઓની સામે તાત્કાલિક અસરથી પોલીસ કેસ કરવાની માંગ કરાઇ છે. 


તપાસ કરાવવાની ડીએસપીની ખાત્રી 
ધર્માંતરણના મુદે્ વીએચપીના આગેવાનોએ શનિવારે જિલ્લા પોલીસવડા દિવ્ય મિશ્રાને રૂબરૂ મળી આપેલા આવેદનપત્રની સાથે રજૂઆત કરી હતી. પોલીસવડાએ પાસ્ટ્રલ સેન્ટર પર પોલીસ મોકલી તપાસ કરાવવાની બાંયધરી આપી હતી. 


લીડરશીપનો કાર્યક્રમ હતો, ધર્માંતરણનો નહીં 
આ સેન્ટરમાં આણંદ, અમદાવાદ તથા અન્ય સ્થળોએ માણસો આવ્યા હતા. તેઓને લીડરશીપ અંગેનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લીડરશીપ અંગેનો હતો. બાકી અહીં કોઇને ધર્માંતરણ કરાવવામાં આવ્યું નથી. - ફાધર જોસેફ, ડાયરેક્ટર, પાસ્ટ્રલ સેન્ટર, નડિયાદ


કલેક્ટરની મંજૂરી વિના ધર્માંતરણ કરાવાયું 
ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમના કાયદા અનુસાર કોઇપણ ધર્મગુરૂએ અન્ય ધર્મની વ્યક્તિને ધર્માંતરણ કરાવવા માંગતા હોય તો આ અંગે કલેક્ટરની પૂર્વમંજૂરી મેળવવી પડે છે. પરંતુ આદિવાસીઓનું ધર્માંતરણ કરાવવા માટે પાદરી દ્ધારા ધર્માંતરણના કાયદા અંતર્ગત કોઇપણ પ્રકારની પૂર્વમંજૂરી લેવાઇ નથી. ધર્માંતરણના કાયદાની કલમ 3 અને 4 મુજબ પૂર્વમંજૂરી વિના ધર્માંતરણ કરાવવું તે ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમના ભંગ સમાન છે.

Next Story

વેકેશન / નડિયાદ એસ.ટી.ને દિવાળી ફળી, ડેપોને એક કરોડથી વધુની આવક થઈ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 200 Hindu tribes convert to Christianity in Nadiad
(News in Gujarati from Divya Bhaskar)