Quiz banner

આજના ડ્રોન વીડિયોમાં જુઓ ગુજરાતના સૌથી મોટા ગરબા:'તારા વિના શ્યામ મને એકલડું લાગે..' યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં એકસાથે 40 હજાર ખેલૈયા ગરબે ઘૂમ્યા

વડોદરા4 મહિનો પહેલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

કોરોનાકાળ બાદ રાજ્યભરમાં યોજાઈ રહેલા મોટા ગરબાઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે દિવ્ય ભાસ્કર તમને બતાવવા જઈ રહ્યું છે ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાનાં આકાશી દૃશ્યો... યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં સાતમા નોરતે 40 હજારથી વધુ ખેલૈયા એકસાથે ગરબે ઘૂમ્યા હતા. જાણીતા ગાયક અતુલ પુરોહિતે પોતાના સ્વરના તાલે ખેલૈયાઓને ડોલાવ્યા હતા.

Loading advertisement...

ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
સાતમા નોરતે જ વડોદરા શહેરનાં જુદાં-જુદાં ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ ઊમટી પડ્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસમાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યાં હતાં. વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબા મહોત્સવમાં સાતમા નોરતે અદભુત દૃશ્યો સર્જાયાં હતાં. આ ઉપરાંત વડોદરાનાં તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં ખેલૈયાઓએ જોરદાર ઉત્સાહ બતાવ્યો હતો.

ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાનાં આકાશી દૃશ્યો.

અતુલ પુરોહિતે ઘેલું લગાડ્યું
કલાનગરીના વડોદરાના ગરબા વિશ્વમાં જાણીતા છે. રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થઇને ગરબા મેદાનમાં લાઇનબંધ રીતે ગરબે ઘૂમવાની પરંપરા હજી વડોદરાના ખેલૈયાઓએ જાળવી રાખી છે. અતુલ પુરોહિતની ગાયકીના તાલે યુનાઇટેડ વેના ગરબાએ વડોદરાવાસીઓને ઘેલું લગાડ્યું છે. આ ગરબા શરૂ થતાંની સાથે જ 40 હજારથી વધુ ખેલૈયાથી ઊભરાતા ગ્રાઉન્ડના ડ્રોન વીડિયોમાં અદભુત નજારો જોવા મળ્યો હતો.

યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં સાતમા નોરતે 40 હજારથી વધુ ખેલૈયાઓ એકસાથે ગરબે ઘૂમ્યા હતા.
ટ્રેડિશનલ ડ્રેસમાં યુવક-યુવતીઓ મનભરીને ગરબે ઘૂમ્યાં હતાં.
ગાયક અતુલ પુરોહિતે બરોડિયન્સને ઘેલું લગાડ્યું છે.
જાણીતા ગાયક અતુલ પુરોહિતે પોતાના સ્વરના તાલે ખેલૈયાઓને ડોલાવ્યા હતા.
ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ જોરદાર ઉત્સાહ બતાવ્યો હતો.
રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થઈને ગરબા મેદાનમાં લાઇનબંધ રીતે ગરબે ઘૂમવાની પરંપરા હજી વડોદરાના ખેલૈયાઓએ જાળવી રાખી છે.
જેમ જેમ નવરાત્રિ આગળ વધી રહી છે એમ એમ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.
યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા.
Loading advertisement...