Quiz banner
Loading advertisement...

સુવિધા:વડોદરા એરપોર્ટ પર કસ્ટમ ક્લિયરન્સ સાથે એરકાર્ગો સુવિધા શરૂ થશે; એક્સપોર્ટરના મુંબઇ અને અમદાવાદના ધક્કા બચી જશે

વડોદરા2 મહિનો પહેલા
વડોદરા એરપોર્ટની ફાઇલ તસવીર
  • જિલ્લા એક્સપોર્ટ કમિશન કમિટીએ કેન્દ્રને પ્લાન મોકલ્યો
  • વડોદરાની 5 હજારથી વધુ કંપની મહિને 2 હજાર કરોડનું એક્સપોર્ટ કરે છે
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

વડોદરાના એરપોર્ટ પર કસ્ટમ ક્લીયરન્સ હાઉસ શરૂ કરી એરકાર્ગો શરૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારે હવે શહેરના 5 હજારથી વધુ એક્ષપોર્ટરને પોતાનું એરકાર્ગોનું કસ્ટમ ક્લીયરન્સ અમદાવાદ કે મુંબઈથી કરાવવું નહીં પડે.

મંગળવારે કલેક્ટર આર.બી.બારડની અધ્યક્ષતામાં ડીજીએફટી, એક્ઝિમ ક્લબ, ડીઆઈસી અને વીસીસીઆઈ સાથે ડિસ્ટ્રીક્ટ એક્ષપોર્ટ કમિશન કમીટીની બેઠક મળી હતી. જેમાં વડોદરાને એક્ષપોર્ટ હબ બનાવવાનો ડ્રાફ્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલાશે. કેન્દ્રની મંજૂરી બાદ શહેરમાં એરકાર્ગોની સુવિધા ઊભી થશે. ઉલ્લેખનિય છે કે, શહેરની 5 હજારથી વધુ કંપનીઓ મહિને 2 હજાર કરોડનું એક્ષપોર્ટ કરે છે. આ 2 હજાર કરોડમાંથી 40 ટકા એરકાર્ગો મારફતે એક્ષપોર્ટ થાય છે.

ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના ડેપ્યુટી ડીજીએફટી રાહુલ સિંઘે જણાવ્યું કે, વડોદરામાં ફાર્મા, કેમિકલ, એન્જિનિયરીંગ અને ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગની કંપનીઓ મોટાપાયે એક્ષપોર્ટ કરે છે. આ તમામ કંપનીની એક જ રજૂઆત હતી કે, વડોદરાથી એરકાર્ગોની સર્વિસ શરૂ કરાય. જેથી એરકાર્ગોનું કસ્ટમ ક્લિયરન્સ વડોદરાથી થઈ જાય અને પ્લેનમાં ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ એરકાર્ગોનું મુવમેન્ટ થઈ શકે. અત્યાર સુધી એરકાર્ગોનું કસ્ટમ ક્લિયરન્સ અમદાવાદ -મુંબઈથી થઈ રહ્યું છે. જેથી વડોદરાના એક્ષપોર્ટ પ્લાનમાં સૌથી પહેલો પ્લાન એરકાર્ગો શરૂ કરવાનો છે. જેના માટે એરપોર્ટ પર એક્ષપોર્ટ ક્લિયરન્સ હાઉસ ઊભું થશે. એક્ષપોર્ટ પ્લાનમાં બીજો પ્લાન વરણામા ખાતે ડેવલપ થયેલા ઈનલેન્ડ કન્ટેનર ડેપોને મુંબઈ-દિલ્હી ફ્રેઈટ કોરિડોર સાથે રેલ કનેક્ટિવીટી તેમજ એપ્રોચ રોજ સાથે જોડવાનો છે. મુંબઈ-દિલ્હી ફ્રેઈટ કોરિડોર દ્વારા જ ઈનલેન્ડ કન્ટેનર ડેપોથી કન્ટેનર ક્લિયરન્સ થઈ નિશ્ચિત સ્થળે પહોંચશે. વરણામા ઈનલેન્ડ કન્ટેનર ડેપો ખાતે કસ્ટમ ક્લીયરન્સ હાઉસ ઉભું થશે. હાલ આ બે મુદ્દાને એક્ષપોર્ટ પ્લાનમાં સામેલ કરી ફાઈલ કેન્દ્રમાં મોકલાશે. એક્ઝિમ ક્લબના પ્રેસીડન્ટ વિજય શાહે જણાવ્યું કે, વરણામા ડેપો નવેમ્બર-ડિસેમ્બર સુધી શરૂ થઈ જશે. આ ડેપોમાં એક સાથે 5 હજાર કન્ટેનર મૂકી શકાશે.

વડોદરા એરપોર્ટની હાલની સ્થિતિ

  • હાલ મુંબઈ - અમદાવાદથી જતાં એરકાર્ગોને તેના ડિસ્ટીનેશન પર પહોચતા હાલ અઠવાડિયું લાગે છે.
  • એક શિપમેન્ટના રૂા.1 હજાર થી રૂા.2 હજાર વધી જાય છે.
  • કસ્ટમ ક્લિયરન્સમાં જો કોઈ સમસ્યા થઈ તો એક્ષપોર્ટરોને અમદાવાદ, મુંબઈ ધક્કા ખાવા પડે છે.

શું ફાયદો થશે?

  • એરકાર્ગો વડોદરા એરપોર્ટ પરથી જ મોકલતા સમયની ઘણી બચત થશે.
  • એક શિપમેન્ટના રૂા.2 હજાર બચી જશે
  • કસ્ટમ ક્લિયરન્સમાં કોઈ સમસ્યાં થઈ તો અડધા કલાકમાં એક્ષપોર્ટર શહેરના ક્લિયરન્સ હાઉસ ખાતે પહોંચી જશે.

એરપોર્ટના રનવેની કોઈ સમસ્યા નથી
એક્ઝિમ ક્લબના પ્રેસિડન્ટ વિજય શાહે કહ્યું- એરપોર્ટ પરથી એરકાર્ગો શરૂ થાય એટલે એક્ષપોર્ટરને અત્યાર સુધી મુંબઈ-અમદાવાદ એરકાર્ગો મોકલી ત્યાં કસ્ટમ ક્લિયરન્સ કરાવવું પડતું હતું,તે વડોદરા એરપોર્ટ પર જ થઈ જશે.જેથી એક્ષપોર્ટરનો સમય અને ખર્ચ બચશે. ઉપરાંત ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરકાર્ગો વડોદરાથી ઓપરેટ થશે. એરકાર્ગોનું અન્ય સ્થળે કસ્ટમ ક્લિયરન્સની જરૂર નહીં પડે. એરપોર્ટના રનવેની સમસ્યા નથી. કાર્ગો સામાન્ય પ્લેનમાં લોડ કરી મોકલવાના છે.

વરણામા ડેપોમાં ઝડપી સગવડ ઊભી થાય તે જરૂરી
વીસીસીઆઈના ઉપપ્રમુખ હિમાંશુ પટેલે જણાવ્યું કે, મુંબઈ-દિલ્હી ફ્રેઈટ કોરિડોર સાથે વરણામા ઈનલેન્ડ કન્ટેનર ડેપો રેલ માર્ગે કનેક્ટ થશે. ડેપો સાથે એપ્રોચ રોડ પણ જોડાશે. જેથી લોજીસ્ટીક સર્વિસ ઝડપી બને. ઈનલેન્ડ કન્ટેનર ડેપો ખાતેથી કન્ટેનર કસ્ટમ ક્લિયરન્સ થઈ ટ્રેન મારફતે જે તે સ્થળે પહોંચશે. જેથી ઈનલેન્ડ કન્ટેનર ડેપોમાં સગવડો ઝડપી થાય તે જરૂરી છે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...