Quiz banner

સુવિધામાં વધારો:રાજ્યની પહેલી ઇલેક્ટ્રિક બસ વડોદરા-અમદાવાદ વચ્ચે શરૂ, ભાડું વોલ્વોથી ઓછું

વડોદરા4 મહિનો પહેલા
Loading advertisement...
  • એસીથી સજ્જ બસમાં ડિસ્પ્લે સહિતની સુવિધા
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

ઇલેક્ટ્રિક બસનો યુગ શરૂ થયો છે. રાજ્યના પ્રથમ રૂટ તરીકે અમદાવાદ-વડોદરાની બે ઇન્ટરસિટી મુકાઇ છે. એસી હોવા છતાં વોલ્વો કરતાં ભાડું ઓછું છે. સરકારે કેવડીયાથી પહેલા અમદાવાદ વડોદરા રૂટ ઉપર ઇલેક્ટ્રિક બસ શરૂ કરાઇ છે જેનો મકરપુરાથી અમદાવાદ કૃષ્ણનગરના રૂટ પર રવિવારે પ્રારંભ કરાયો છે.

Loading advertisement...

શહેરના મકરપુરા ડેપો ખાતે ઇલેક્ટ્રિક બસનું ચાર્જિંગ સ્ટેશન બનાવાયું છે, જ્યારે અમદાવાદમાં કૃષ્ણનગર ખાતે ચાર્જિંગ સ્ટેશન છે. મકરપુરા ડેપોથી રેલવે સ્ટેશન ડેપો અને અમિત નગરથી અમદાવાદ જાય છે. બસનું ભાડું રૂા.167 રખાયું છે, જ્યારે વોલ્વોમાં રૂા.250 છે. અમદાવાદથી સવારે 10 અને 11 વાગે, જ્યારે વડોદરાથી અઢી અને સાડા ત્રણ વાગ્યે મકરપુરાથી બસ ઉપડે છે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...