Quiz banner
Loading advertisement...

ઓનલાઇન છેતરપિંડીથી સાવધાન:વડોદરામાં બિઝનેસમેનને ઈ-સીમની રિકવેસ્ટ મોકલી ભેજાબાજે બેંક એકાઉન્ટ હેક કર્યું, ખાતામાંથી રૂ.46 લાખ ઉપાડી લીધા

વડોદરા3 મહિનો પહેલા
  • ભેજાબાજે 14 વખત બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ રકમ ઉપાડી લીધી હતી
  • બિઝનેસમેને વડોદરા સાયબર ક્રાઇમમાં ભેજાબાજ સામે ફરિયાદ નોંધાવી
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

ઓનલાઇન છેતરપિંડીના વધી રહેલા બનાવોમાં વધુ એક કંપનીના માલિક ભોગ બન્યા છે. સાયબર ભેજાબાજે ઈ-સીમની રિકવેસ્ટ મોકલીને એકાઉન્ટ હેક કરી 51 કલાકમાં રૂપિયા 46 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ મામલે બિઝનેસમેને વડોદરા સાયબર ક્રાઇમમાં ભેજાબાજ સામે ફરિયાદ નોંધાવી છે. ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા કંપની માલિકે ફરિયાદમાં જણાવ્યું છે કે, ભેજાબાજે 14 વખત બેંક એકાઉન્ટમાંથી અલગ-અલગ રકમ ઉપાડી લીધી છે.

મોબાઇલ પર જીઓ કંપનીના નામે એક મેસેજ આવ્યો હતો
વડોદરા સાયબર ક્રાઇમમાં આપેલી ફરિયાદમાં સંજયભાઇ ચતુરભાઇ પટેલે જણાવ્યું છે કે, એ-40, બાલગોપાલ ટેનામેન્ટ, સાંઇ ચોકડી પાસે, માંજલપુર ખાતે પરિવાર સાથે રહું છું અને વડોદરા શહેરની મકરપુરા GIDCમાં 497-5 નંબરમાં ક્રાઉન ફેરો એલોયસ પ્રાઇવેટ લિમિટેડની નામની કંપનીમાં પિતા સાથે વ્યવસાય કરું છું અને મેટલ પાઉડર બનાવીએ છે. 26 જુલાઇ-2021ના રોજ સાંજના સમયે મારા મોબાઇલ ફોન પર જીઓ કંપનીના નામે એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, આપના દ્વારા ઈ-સીમની રિકવેસ્ટ મેસેજ દ્વારા આપવામાં આવી છે. મેસેજ જોતાની સાથે જ ફોન ડિસકનેક્ટ થઇ ગયો હતો.

રવિવારની રજા હોવાથી જીઓના તમામ સ્ટોર બંધ હતા
ફરિયામાં વધુમાં જણાવ્યું હતું કે, ફોન બંધ થઇ જતાં તુરંત જ જીઓ કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. કસ્ટમર કેરમાં તપાસ કરતા મારા મિત્ર ઉંમગ બધેકાના મોબાઇલ ફોન ઉપરથી મેસેજ આવ્યો હોવાની માહિતી મળી હતી. જે અંગે તપાસ કરતા મિત્રએ પણ કોઇ મેસેજ કર્યો ન હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે કસ્ટમર કેરમાંથી જવાબ આપવામાં આવ્યો હતો કે, આ અંગે અમે કંઇ કરી શકીશું નહીં. આ અંગે જીઓ સ્ટોરમાં જવાની સલાહ આપી હતી. પરંતુ, રવિવારની રજા હોવાથી જીઓના તમામ સ્ટોર બંધ હતા.

આઇ.ડી.-પાસવર્ડનો ઉપયોગ કરી ભેજાબાજે 46 લાખ ટ્રાન્સફર કરી લીધા
26 જુલાઇના રોજ જીઓ સ્ટોરમાં મિત્ર ઉમંગ બોધેકાને મોકલીને સીમ કાર્ડ લેવા માકલ્યો હતો. જેમાં આખો દિવસ પસાર થઇ ગયો હતો. રાત્ર 9 કલાકે સીમ કાર્ડ ચાલુ થયું તે પહેલાં ભેજાબાજોએ કંપનીના એકાઉન્ટમાંથી 14 વખત ટ્રાન્જેક્શન કરીને રૂપિયા 46 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ અંગે બેન્ક ઓફ ઇન્ડિયાના ઝોનલ મેનેજરને રજૂઆત કરી હતી. બેંક મેનેજરે જણાવ્યું કે, તમારા આઇ.ડી. પાસવર્ડનો ઉપયોગ કરી ભેજાબાજે રૂપિયા 46 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા છે. તમારું એકાઉન્ટ હેક થઇ ગયું છે.

બિઝનેસમેને વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
બેંક મેનેજરે ખાતામાંથી ઉપડી ગયેલા નાણાં અંગેની માહિતી આપ્યા બાદ વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમે કંપની માલિક સંજયભાઇ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા ઠગો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-સિમમાં કોઈ ફિઝિકલ કાર્ડ આવતું નથી
ઇ-સિમ શબ્દનો સીધો અર્થ એમ્બેડેડ સિમકાર્ડ છે. તેમાં કોઈ ભૌતિક સિમ કાર્ડ્સ સામેલ નથી અને સિમકાર્ડની કોઈ અદલાબદલ જરૂરી નથી. ઇ-સિમને નેટવર્ક અથવા વાહક દ્વારા સમર્થન આપવામાં આવે છે. જોકે હજી સુધી બધા નેટવર્ક્સ ઇ-સિમને સમર્થન આપતા નથી. યુઝર એક સરળ ફોન કોલથી ઓપરેટરને બદલવાનું નક્કી કરી શકે છે. મોબાઇલ એકાઉન્ટ સાથે ઇ-સિમ સાથેના ડિવાઇસ મિનિટોમાં કનેક્ટ થઈ શકે છે.

ઇ-સિમના બહાને કરવામાં આવતી છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય?

  • યુઝરને મળેલા મેસેજ પર વિશ્વાસ કરવાનું બંધ કરવું જોઈએ.
  • જો કેવાયસી અપડેટ કરવા માટે તમારી માહિતી માગીને કોઈ અજાણ્યો વ્યક્તિ તમને ફોન કરે, તો વ્યક્તિને કોઈ માહિતી આપશો નહીં.
  • કસ્ટમર કેર પર કોલ કરો અને ખાતરી કરો કે તમારો ફોન નંબર સલામત છે.
  • તમારા બેંક એકાઉન્ટને લગતી વિગતો કોઈની સાથે શેર કરવાનું ટાળો.
  • છેતરપિંડીનો શિકાર બન્યા હોવ તો ઇ-સિમ એક્ટિવેશનની પ્રક્રિયાને રોકવા માટે તરત કસ્ટમર કેરનો સંપર્ક કરો. (સાઇબર એકસપર્ટ અર્જુન શર્માના જણાવ્યાનુસાર)
Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...