Quiz banner

બદલાવ:સુરત રેલવે સ્ટેશન પર થર્મલ કેમેરા ઇન્સ્ટોલ કરાયા, કોઇ યાત્રીનું તાપમાન 97 ડિગ્રીથી વધુ હશે તો બઝર વાગશે

સુરત2 વર્ષ પહેલા
Loading advertisement...
યાત્રીઓનું તાપામાન સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે
  • એક સાથે 15 મુસાફરોનું તાપમાન માપી શકાશે, ગુરૂવારે 600 યાત્રીઓનું સ્ક્રીનિંગ થયું
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

રેલવે સ્ટેશને હવે મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ મેન્યુઅલી કરવાને બદલે થર્મલ કેમેરાથી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. સુરત રેલવે સ્ટેશન પર સ્ક્રીન પણ ફિટ કરી દેવામાં આવ્યા છે. જેમાં કેમેરાની નજરમાંથી પસાર થઈ રહેલા વ્યક્તિઓના શરીરનું તાપમાન પણ જાણી શકાય છે. કેમેરા દ્વારા એક સાથે 15 વ્યક્તિના શરીરનું તાપમાન માપી સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે. નવી સિસ્ટમ ઉભી કરવાથી હવે રેલવે કર્મચારીઓ અને મુસાફરો નિશ્ચિત અંતર જાળવી શકશે અને મેન્યુઅલી સ્ક્રીનિંગ કરતી વેળા ચેપ લાગવાનો ભય પણ નહીં રહેતો હતો. આ સિસ્ટમની કાર્ય પ્રણાલી એવી છે કે જે તે મુસાફરના શરીરનું થર્મલ સ્ક્રીંનિગ થતાની સાથે સાથે તાપમાનના આંકડા પણ ડિસપ્લે થવા માંડે છે અને જો કોઈ મુસાફરોનું તાપમાન 97 ડિગ્રીથી વધુ જણાય તો તરત જ બઝર વાગવા માંડે છે. જેથી રેલ્વે કર્મચારીઓને સૂચના મળી શકે. ગુરુવારના રોજ 600 મુસાફરોનું સ્ક્રીનિંગ થયું હતું.

Loading advertisement...

જો મુસાફરોનું તાપમાન વધુ જણાશે તો અલગ કરવામાં આવશે
નવી સ્ક્રીનિંગ સિસ્ટમમાં જો કોઈ મુસાફરોનું તાપમાન 97 ડિગ્રીથી વધુ જણાશે તો જે તે વ્યક્તિને અન્ય લોકોથી અલગ કરાશે અને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવશે. સુરત રેલવે સ્ટેશન ડાયરેકટર સી.આર.ગરૂડાએ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ ગુરુવારથી કાર્યરત થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે મુંબઇ ડિવિઝનના સુરત રેલવે સ્ટેશન ઉપરાંત મુંબઇ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસ રેલવે સ્ટેશને આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.

Loading advertisement...