Quiz banner
Loading advertisement...

પહેલ:સુરતમાં ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને આવતો કંટાળો દૂર કરવા નવતર પ્રયોગ, ક્વિઝની સાથે બાળકોને ઈન્ડોર ગેમ રમાડાયા છે

સુરત2 મહિનો પહેલા
શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે.
  • પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા પ્રયાસ
  • વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ શિક્ષણની માગ વચ્ચે ઓનલાઈન શિક્ષણ માટે પ્રયાસ
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

સુરતમાં છેલ્લા દોઢેક વર્ષથી ઓનલાઈન શિક્ષણના કારણે અનેક વિદ્યાર્થીઓ કંટાળી રહ્યાં છે. ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી પ્રભાવિત કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળા પહેલા રમત બાદ પ્રાર્થના પછી ભ્યાસ નો નવતર પ્રયોગ કરી રહ્યા છે. શિક્ષકોના આવા પ્રયોગથી બાળકો તંદુરસ્ત વાતાવરણમાં રસ લઈ અભ્યાસમાં જોડાઈ રહ્યાં છે. એટલું જ નહીં પણ કોરોનાકાળ દરમિયાન બંધ રહેલી શાળાના સમયમાં બાળકોને વિવિધ પ્રવૃતિઓમાં બાંધી એક જાગૃત નાગરિક અને સ્વનિર્ભર બનાવવામાં સફળ થયા છે.

વિદ્યાર્થીઓને ઓનલાઈન રમતોની સાથે ક્વિઝ રમાડાય છે.

શિક્ષકો દ્વારા પ્રયાસ
ડો.શ્રી નિવાસન (શિક્ષક) એ જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રામનગર વિસ્તારમાં આવેલી સમિતિની સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં કંટાળો ન આવે તે માટે ઓનલાઈન ક્વિઝ શરૂ કરવામાં આવી છે. ભગીની નિવેદિતા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા ક્વિઝ બનાવવામાં આવી છે. ટીવીમાં આવતા ગેમ શોની જેવી આ ક્વિઝ બનાવી હોવાથી ધો- 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓ આ ક્વિઝમાં ભાગ લઈ રહ્યાં છે. આમ શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ઓન લાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને કંટાળો ન આવે તે માટે શિક્ષકો જાત જાતના પ્રયોગ કરી રહ્યાં છે.

વધુમાં વધુ 30 મિનિટની ક્વિઝમાં બાળકોને ઇન્ડોર ગેમ્સ રમાડવામાં આવે છે

ગેમ્સ રમાડાયા છે
વધુમાં વધુ 30 મિનિટની ક્વિઝમાં બાળકોને ઇન્ડોર ગેમ્સ રમાડવામાં આવે છે. ત્યારબાદ પ્રાર્થના અને પછી અભ્યાસ તરફ લઈ જવાની શરૂઆત કરાઈ છે. આવું કરવાથી બાળકો તણાવ મુક્ત થઈ અભ્યાસમાં રુચિ લેતા થયા હોવાનું સાબિત થયું છે. આ નવતર પ્રયોગને માત્ર 28 દિવસ થયા હોય એમ કહી શકાય છે.કોરોનાકાળના શાળા બંધ રહ્યાના એક વર્ષ દરમિયાન બાળકોને ઓન લાઈન અભ્યાસની સાથે હેલ્ધી રહેવા યોગા, અને કસરતની ટીપ્સ આપવામાં આવી હતી. સપ્તાહમાં બે દિવસ રસોઈ બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું હતું. શિક્ષકો દ્વારા અપાયેલા વિષયો પર વીડિયો બનાવી મોકલવાનું કહેવામાં આવતું હતું.

બાળકોને આત્મનિર્ભર અને સ્વનિર્ભર બનાવવાની તમામ પ્રવૃતિઓ શીખવાડવામાં આવી

વિદ્યાર્થી પત્રો લખે છે
બાળકોને આત્મનિર્ભર અને સ્વનિર્ભર બનાવવાની તમામ પ્રવૃતિઓ શીખવાડવામાં આવી હતી. શાળાના આ નવતર પ્રયોગ ને લઈ આજે બાળકો સ્વનિર્ભર અને આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો હોય એમ કહી શકાય છે.ઉત્રાણ સ્થિત મહારાજ કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળાની ધો-૨માં અભ્યાસ કરતી પવિત્ર શેલડીયા નામની વિદ્યાર્થીનીએ સ્કુલને એક પત્ર લખ્યો છે. તેમાં લખ્યું છે કે, હવે સ્કૂલે આવવાનું ઘણું મન થાય છે. અને સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય તેવી ઇચ્છા વ્યકત કરી હતી. આચાર્યએ વિદ્યાર્થિનીના ગાલ પર સ્ટાર દોરી પ્રોત્સાહિત કરી હતી. તેમજ આચાર્યએ સ્કૂલના સોશિયલ મીડિયા ગ્રુપમાં મુકતા અન્ય વિદ્યાર્થીઓએ પણ પત્ર લખી પ્રત્યક્ષ શિક્ષણની માંગ કરી હતી.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...