Quiz banner
Loading advertisement...

સન્માન:સુરતમાં પાલિકાની શાળા ક્રમાંક 289માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને ઇનામ આપી જુસ્સો વધારાયો

સુરત2 મહિનો પહેલા
જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરી બાળકો માં રહેલી પ્રતિભા અને કૌશલ્ય વિકસે તે હેતુથી બાળકોને પ્રોત્સાહિત કરાયા
  • શૈક્ષણિક અને ઈત્તરપ્રવૃતિઓમાં પ્રથમ ત્રણ નંબરે આવનારને ઈનામો અપાયાં
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવ્યાં હતાં. કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે આવેલી શાળા નંબર 289 શ્રી પન્નાલાલ પટેલ પ્રાથમિક શાળામાં પ્રથમ સત્રની તમામ સ્પર્ધાઓના પ્રથમ ત્રણ નંબર આવેલ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.

કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે આવેલી શાળા નંબર 289ના વિદ્યાર્થીઓના સન્માન

બાળકોને અલગ અલગ સ્પર્ધાના ઈનામો અપાયા
શાળાના આચાર્યા દર્શનાબેન શાહના માર્ગદર્શન હેઠળ જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરી બાળકો માં રહેલી પ્રતિભા અને કૌશલ્ય વિકસે તે હેતુથી બાળકોને પ્રોત્સાહિત કરી ભાગ લેવડાવવામાં આવે છે.જુદી-જુદી સ્પર્ધાઓ જેવી કે,આરતી શણગાર સ્પર્ધા,પોસ્ટર મેકિંગ સ્પર્ધા,ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની સ્પર્ધા,સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત નિબંધ સ્પર્ધા,હિન્દી દિવસ અંતર્ગત કાવ્યગાન સ્પર્ધા,વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા,ગુરૂ તેગ બહાદુરના જીવનચરિત્ર પર નિબંધ સ્પર્ધા,પોષણમાહ ઉજવણી સ્પર્ધા,ગાંધી જયંતિની ઉજવણીણી સ્પર્ધાઓ,ડાન્સ માં રહેલ બાળકોને ઇનામ તથા ગત વર્ષ N.M.M.S ની પરીક્ષામાં મેરીટમાં આવેલ 6 બાળકોને ઈનામ આપવામાં આવ્યા

વડાપ્રધાન અને તેમની માતાનું ચિત્ર દોરેલ તે બાળકને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો

સ્ટાફનું પણ સન્માન કરાયું
લાયન્સ કલબની ટીમના પ્રદીપભાઈ ચેવલી અને ધ્રુવિલભાઈ કાબરિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું.શાળાના ધોરણ 8-B નો બાળક હર્ષિલ કળસરિયા કે જેણે વડાપ્રધાન અને તેમની માતાનું ચિત્ર દોરેલ તે બાળકને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો.શાળાની સ્વચ્છતા જાળવનાર બંને તેડાગર બહેનો સંગીતાબેન અને ચંદ્રિકાબેન નું પણ સન્માન કરવામાં આવ્યું.તમામ તાલીમાર્થી બહેનોએ સમગ્ર ઇનામ વિતરણ સમારોહનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...