તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:કોરોના સંક્રમણને લઇ પાટણની રાણકી વાવ 15 મે સુધી પ્રવાસીઓ માટે બંધ

પાટણએક મહિનો પહેલા
કોરોના સંક્રમણને પગલે રાણકી વાવ પ્રવાસીઓ માટે બંધ
  • સંક્રમણને ધ્યાને રાખી ટિકિટ બુકિંગની કામગીરી બંધ કરી દેવામાં આવી
  • રાણકીવાવને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આવે છે
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં જાહેર સ્થળો ઉપર પ્રવાસીઓની આવનજાવન રોકવા માટે ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટણ શહેરમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ પણ આગામી 15 મેં સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાટણ શહેરમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવના શિલ્પસ્થાપત્ય અને તેના બાંધકામથી માત્ર પાટણ શહેર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પ્રવાસીઓ તેને નિહાળીને આશ્ચર્ય ચકિત થઈ જાય છે . રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં લોકોની પાણીની તરસ છીપાવવા માટે બનાવવામાં આવેલી સાત માળ ઊંડી વાવના શિલ્પ સ્થાપત્ય જોવા વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ આવે છે તેના કારણે પુરાતત્વ વિભાગને પણ વર્ષે લાખો રૂપિયાની કમાણી થાય છે.

સંક્રમણ ન ફેલાય તે હેતુથી લેવાયો નિર્ણય
ત્યારે હાલમાં દેશમાં કોરોના વાઇરસની મહામારી ની બીજી લહેરના કારણે આ રોગ વધુ લોકોમાં ન ફેલાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે દેશના મહત્ત્વના પ્રવાસન સ્થળો લોકોનો ઘસારો વધુ રહેતો હોવાના કારણે આવા સ્થળ ઉપર કોરોના વાઇરસની બીમારીનો ચેપ લાગવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે જેને લઇને સરકાર દ્વારા જાહેર પર્યટન સ્થળો પર લોકોના પ્રવેશને હંગામી ધોરણે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે પાટણ શહેરમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ 15મેં સુધી પ્રવાસીઓના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે અને ટિકિટ બુકિંગની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...