તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લોકડાઉન:થરાદની હોટલમાં ખાદ્ય પદાર્થમાં જીવાત મળી આવતાં ખળભળાટ

થરાદ4 મહિનો પહેલા
  • ચણામાં જીવાત અને એક્સપાયરીઝ ડેટ ફૂડ પેકેટનો જથ્થો મળ્યો
No ad for you

થરાદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરની આજુબાજુ આવેલી હોટલો ગેસ્ટ હાઉસ પર તપાસ કરવામાં આવી હતી જેમાં બે હોટલોમાં ખાદ્ય પદાર્થોમાં વપરાતી ચીજ વસ્તુઓમાં જીવાત જણાતાં હોટલ માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે.  

થરાદ બ્લોક હેલ્થ કચેરીના આરોગ્ય સુપરવાઈઝર તેમજ મેલેરિયા વર્કર કર્મચારીઓની ટીમે બુઢનપૂર નજીક આવેલી સર્વોત્તમ હોટલમાં ખાદ્ય પદાર્થ ચેક કરતાં ચણા મસાલા સબ્જીમાં વપરાતા ચણાની અંદર જીવાત મળી આવી હતી તેમજ ફૂડ પેકેટ એક્સપાયરી ડેટવાળું વેચાણ કરતા હોવાથી હોટલ સંચાલકને નોટિસ ફટકારી અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. પીએચસી ભાચર સુપરવાઈઝર એચ.એન.આલ, મેલેરિયા વર્કર જે.જી.પંડ્યા,ભાવેશભાઈ ચૌધરી, કિશનભાઈ પંડ્યા સહિત ટીમ દ્વારા ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી. 

સુપરવાઈઝર બી.આર.તરકે જણાવ્યું હતું કે "ખુલ્લી જગ્યામાં  પાણીના ભરાવવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પેદા થતા હોય છે જેના કારણે રોગચાળો ફેલાવવાની શકયતા હોવાના કારણે હાઇવે ચાર રસ્તા પર આવેલી તુલસી હોટલમાં ખાદ્ય પદાર્થો માં બેદરકારી દાખવતાં હોવાનું ધ્યાને આવ્યું હતું જેમાં જે હોટલો પરથી ખાદ્ય પદાર્થ માં બેદરકારી જોવા મળતા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

No ad for you

થરાદ ના અન્ય સમાચાર

Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved

This website follows the DNPA Code of Ethics.