તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:યુવાનો મોબાઇલ એપથી નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે, વોટર હેલ્પલાઇનમાં ફોર્મ નં.6 ભરવાની સુવિધા, મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ

જૂનાગઢ5 મહિનો પહેલા
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

લોકશાહી દેશમાં મતાધિકાર ખુબ જ મહત્વનો અધિકાર છે અને મતદાન કરવું એ પવિત્ર ફરજ પણ છે. નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રથમ પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવવું જરૂરી છે.ભારતના ચુંટણીપંચ દ્વારા મતદારયાદીમાં નામ નોંધાવવા જે તે વર્ષ જાન્યુઆરીની લાયકાતની તારીખમના સંદર્ભમાં 18 વર્ષ પુર્ણ કરતા ભારતના નાગરિક પોતાનું નામ મતદારયાદીમાં દાખલ કરી શકે તે માટે દર વર્ષે ઓછામાં ઓછા બે કાર્યક્રમ જાહેર કરે છે. ભારત ચૂંટણીપંચ દ્વારા હાલમાં તા.1/1/2021ની લાયકાતના તારીખના સંદર્ભમાં 18 વર્ષ પુર્ણ કરતા એટલે કે તા.1/1/2003 સુધી જન્મેલ ભારતીય નાગરિક પોતાનું નામ ફોર્મ નં.6 ફોર્મની વિગતો ભરી અને જરૂરી આધાર રજુ કરી મતદારયાદીમાં નોંધાવવા લાયક છે. હાલમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલુ છે અને આગામી તા.13/12/2020ના રોજ જે તે વિસ્તારના નાગરિકો દ્વારા મતદાન કરવા જતા મતદારો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવતા નથી અને લોકશાહીમાં મતદાનના હક્ક અને પવિત્ર ફરજથી વંચિત રહી જવા પામે છે. આથી ભારતના ચૂંટણીપંચ દ્વારા આજના ટેકનોસેવી યુવા વર્ગને ડીજીટલ પ્લેટફોર્મ મારફત પોતાના સ્થળે અને સમયે મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે NVSP.IN VOTERPORTAL.ECI.GOV.IN વેબસાઇટ મારફતે અને voter help line મોબાઇલ એપ્લીકેશન મારફત ફોર્મ નં.6 ભરી પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકે છે. સબબ 18-19 વર્ષના યુવા મતદારો કે જેમનો જન્મ 2001 અને વર્ષ 2002માં થયેલ છે તેને પોતાનું નામ મતદારયાદીમાં ડીજીટલ પ્લેટફોર્મ મારફત નોંધાવવા અને જો તે શક્ય ન હોય તો તા.13/12/2020ના રોજ મતદાન મથક પર અથવા તા.15/12/2020 સુધીમાં સંબંધિત મામલતદાર કચેરીએ જઇ ફોર્મ નં.6 ભરવા મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી અંકિત પન્નુએ જણાવ્યું છે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...