Quiz banner

રોજગારીની નવી આશા:રાજ્ય સરકાર નવા વર્ષમાં 35 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરુ કરશે

ગાંધીનગર3 વર્ષ પહેલા
Loading advertisement...
મુખ્યમંત્રી રૂપાણી ( ફાઈલ ફોટો)
  • GPSC દ્વારા 1200થી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં શરુ કરાશે
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

કોરોના કાળમાં શરુ થયેલા નવા વર્ષમાં ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર 35 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષમાં રોજગારીના લક્ષ્યાંકને પુરો કરવા માટે પગલાં લેવાની શરુઆત કરવામાં આવી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. GPSC દ્વારા આ વર્ષે 1200થી વધુ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં શરુ કરવામાં આવશે. તે ઉપરાંત અંદાજપત્રમાં પણ 35 હજારથી વધુ લોકોને રોજગારી આપવાની જોગવાઈઓ રાખવામાં આવી હતી.
ક્યાં કેટલી ભરતી કરાશે
રાજ્ય સરકાર દ્વારા થનારી ભરતીઓમાં જોઈએ તો ખાસ કરીને પોલીસ વિભાગમાં 11 હજાર કરતાં વધુ જગ્યાઓને ભરવામાં આવશે, તે ઉપરાંત અન્ય જગ્યાઓમાં 6 હજારથી વધુ શિક્ષકો અને 2 હજાર જેટલા લોકોને ઉર્જા વિભાગમાં રોજગાર આપવામાં આવશે એમ સરકારી સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. GPSCમાં હાલ મંજૂર થયેલી 2,200 જેટલી જગ્યાઓ પર 160થી વધુ ભરતીઓ થઈ રહી છે. આ પૈકી તાજેતરમાં જાહેર થયેલી 1,200 કરતાં વધુ ભરતીઓ માટે અરજીની તારીખ પહેલી ડિસેમ્બર સુધી લંબાવી દેવાઇ છે.
અન્ય જગ્યાઓ પર પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
આ પહેલાં જાહેર કરાયેલી 900 કરતાં વધુ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે. GPSCના સુત્રોના જણાવ્યા મુજબ આયોગે બહાર પાડેલી RFO, DYSO, GMDC વહીવટી અધિકારી, ઓફિસ આસિસ્ટન્ટ અને એવી અન્ય જગ્યાઓ માટે કોઇપણ વિદ્યાશાખાઓમાંથી સ્નાતક થયેલાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તેમજ પંચાયત, મહેસૂલ, વન વિભાગ, નાણાં વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને સંબંધિત અનેક જગ્યાઓની ભરતી આ વર્ષમાં કરવામાં આ‌વશે.

Loading advertisement...
Loading advertisement...