તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકા પંચાયત રિઝલ્ટ:ગામડાંએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનું કમળ ખીલવ્યું, જાણો કઈ તાલુકા પંચાયતમાં કોને કેટલી બેઠક મળી

અમદાવાદ2 દિવસ પહેલા
  • 231 તાલુકા પંચાયતોની 4774 બેઠકમાંથી ભાજપને 3351, કોંગ્રેસને 1252 અને આપને 31 બેઠક મળી
  • કડી તાલુકા પંચાયતની નંદાસણ બેઠક પર ભાજપનો ઉમેદવાર 1 મતે હારતાં ફેર મતગણતરીની માગ કરી
  • 2015માં તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555, ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી
  • 2021માં 231 તાલુકા પંચાયતોમાં સરેરાશ 66.84 ટકા જેટલું મતદાન થયું હતું
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

231 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો 196 તાલુકા પંચાયતોમાં ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસને ફાળે માત્ર 33 તાલુકા પંચાયતો આવી છે. આમ કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠકમાંથી ભાજપને 3351, કોંગ્રેસને 1252 અને આપને 31 બેઠક મળી છે. જ્યારે અપક્ષોનો 115, બસપાનો 4 અને અન્યોનો 16 સીટ પર વિજય થયો છે.

231 તાલુકા પંચાયતની 4774 બેઠકો પર ભાજપના 111, કોંગ્રેસના 5, અન્યને 1 મળીને કુલ 117 બેઠકબિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં તાલુકા પંચાયતોમાં સરેરાશ 66.84 ટકા જેટલું મતદાન થયું હતું. 2015માં 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. 2015માં પાટીદાર આંદોલનને કારણે તાલુકા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો.

પાલિકા-પંચાયત LIVE અપડેટઃ

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...