તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાઇલેન્ડ:બીચ પર ચાલતાં ચાલતાં 49 વર્ષીય મહિલાને 2 કરોડ રૂપિયાની વ્હેલની ‘વૉમિટ’ મળી, જાણો એની કિંમત આટલી વધારે કેમ?

18 કલાક પહેલા
  • એનો દેખાવ પથ્થર જેવો છે; એ કુલ 12 ઇંચ પહોળો અને 24 ઇંચ લાંબો છે
  • વ્હેલની વૉમિટને ‘એમ્બ્રેગ્રિસ’ પણ કહેવાય છે
  • પર્ફ્યૂમ ઇન્ડસ્ટ્રી માટે આ પર્ફેક્ટ ઇન્ગ્રીડિયન્ટ છે
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

થાઇલેન્ડની મહિલાનું નસીબ રાતોરાત બદલાઈ ગયું છે. પોતાના બીચ હાઉસ નજીક તેને 1.9 કરોડ રૂપિયાનો ખજાનો મળ્યો છે. આ મહિલાને વ્હેલની વૉમિટ મળી છે. દૂરથી પથ્થર જેવી દેખાતી આ વૉમિટ મૂલ્યવાન હોય છે એ મહિલાને ખબર નહોતી.

નોર્મલ પથ્થર જેવો દેખાવ પણ કિંમત કરોડોમાં.

શરૂઆતમાં આ નોર્મલ પથ્થર લાગ્યો
49 વર્ષીય સિરિપોરન નિઆમ્રિન 23 ફેબ્રુઆરીના રોજ બીચ પર ચાલી રહી હતી ત્યારે અચાનક તેનું ધ્યાન વિશાળ પથ્થર પર ગયું. એની નજીક જતાં જોયું તો એમાંથી માછલીની સ્મેલ આવતી હતી. ત્યારે મહિલાને તેની કિંમતનો કોઈ અંદાજો નહોતો, આથી તે વેરિફાઈ કરવા માટે તેના એક્સપર્ટ પાસે લઇ ગઈ. જ્યારે તેને કિંમત ખબર પડી ત્યારે સિરિપોરનની ખુશીનો કોઈ પાર ના રહ્યો.

આજુબાજુના લોકો એને જોવા આવ્યા.

મહિલા તમામ રૂપિયા પોતાના ઘરે જ સાચવશે
હવે સિરિપોરન ગ્રાહકની રાહ જોઈ રહી છે. સિરિપોરને કહ્યું, એક વખત મને આના માટે ગ્રાહક મળી જશે એ પછી તેના રૂપિયા કમ્યુનિટી માટે વાપરીશ. હું પોતાને ઘણી નસીબદાર સમજુ છું કે આટલો મોટો પીસ મને મળ્યો. મને આશા છે કે તેના વધારે રૂપિયા મળશે. હું એ તમામ રૂપિયા મારા ઘરે જ સાચવીને મૂકીશ.

મહિલા માટે બીચ વૉકિંગ લકી સાબિત થયો.

પર્ફ્યૂમ ઇન્ડસ્ટ્રી માટે આ ખજાનો સમાન
વ્હેલની વૉમિટને ‘એમ્બ્રેગ્રિસ’ પણ કહેવાય છે. સ્પર્મ વ્હેલ આ વૉમિટ પ્રોડ્યુસ કરે છે અને તરતાં તરતાં દરિયાને કિનારે આવી પહોંચે છે. શરૂઆતમાં આ સોલિડની સ્મેલ ખરાબ હોય છે, પણ એકવાર એમાં હાજર ગ્લૂ સૂકાઈ જાય એ પછી એમાંથી સ્વીટ અને લાંબા સમય સુધી ચાલે એવી સ્મેલ આવે છે. પર્ફ્યૂમ ઇન્ડસ્ટ્રી માટે આ પર્ફેક્ટ ઇન્ગ્રીડિયન્ટ છે.

આની પહેલાં વર્ષ 2016માં ઇંગ્લેન્ડના લિન્કશાયર શહેરમાંથી 2 કિલો વ્હેલ વૉમિટ મળી હતી; એનું વેચાણ 51 લાખ રૂપિયામાં થયું હતું.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...