સો. મીડિયા પર દુલ્હન છવાઈ:પાકિસ્તાની બ્રાઈડ વાઝ્મા અવાનનો ઓફબીટ બ્રાઇડલ લુક વાઇરલ, તેની યુનિક સ્ટાઈલે લોકોનાં દિલ જીતી લીધા
- વાઝ્માએ પંજાબી અને પઠાન પેરેન્ટ્સનું કલ્ચર મિક્સ કરી યાદગાર ડ્રેસ બનાવ્યો
- હટકે બ્રાઇડલ લુકથી નિકાહ યાદગાર બનાવ્યા
એકદમ પરફેક્ટ વેડિંગ લુક સાથે પાકિસ્તાની બ્રાઈડ જોવી હોય તો સ્ટાઈલિશ વાઝ્મા અવાનનો ફોટો જોઈ લો. નોર્મલ બ્રાઈડ લુક કરતાં તેનો હટકે લુક લોકોના દિલમાં વસી ગયો છે. તેણે માથા પર ક્રાઉન પહેર્યું હતું અને સુંદર ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો.
વાઝ્માએ કહ્યું, મેં અત્યાર સુધી ઘણી બધી પાકિસ્તાની દુલ્હનોને અલગ-અલગ ફેશન ડિઝાઇનર્સમાં ડ્રેસમાં જોઈ છે. પણ આ બધાનો લુક એક સરખો જ લાગે છે, પરંતુ નિકાહનો દિવસ સ્પેશિયલ હોય છે. આથી આ દિવસનો ડ્રેસ પણ હટકે હોવો જોઈએ. વાઝ્મા અવાને મહેંદી સેરેમની માટે ક્રાઉન સાથે હેન્ડમેડ જ્વેલરી પહેરી હતી અને વાળમાં આર્ટિફિશિયલ ફ્લાવર્સ લગાવ્યા હતા. તેણે ઘૂંઘટને બદલે વ્હાઇટ એન્ડ રેડ રોઝથી સુંદર ડિઝાઇન બનાવી હતી.
વાઝ્માએ પોતાના લુકને માથા પર ટીકો અને ઓવરસાઈઝ ઇયરિંગ્સ પહેરીને કમ્પ્લીટ કર્યો. તેના બ્રાઇડલ આઉટફિટ્સનો બોલ્ડ અને પેસ્ટલ કલર પણ લોકોને ઘણો ગમ્યો. તેણે ચાઈનીઝ અને ઈન્ડોનેશિયન કલ્ચરને જાણ્યું તે પછી કસ્ટમાઇઝ હેડગિયર બનાવવાનો આઈડિયા આવ્યો. તેને હેડગિયર એટલા ગમી ગયા કે વેડિંગ ડ્રેસ સાથે પણ તે પહેર્યા. ચાઈનીઝ કલ્ચર ફોલો કરી હેડગિયર પહેરી વાળને પણ અલગ લુક આપ્યો.
વાઝ્માએ પોતના નિકાહમાં જ્વેલરી પણ બંગાળી દુલ્હન પહેરે છે તેવી પહેરી. તેની આ સ્ટાઈલ અન્ય બ્રાઇડ્સ માટે ઇન્સ્પિરેશન બની ગયું છે. વાઝ્માએ પંજાબી અને પઠાન પેરેન્ટ્સનું કલ્ચર મિક્સ કરી યાદગાર ડ્રેસ બનાવ્યો. તે આજીવન પોતાના નિકાહ યાદ રાખશે.