તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૈંગિક ભેદભાવ દૂર કરવાનો પ્રયત્ન:અમેરિકાની ટોય્ઝ કંપની ‘હેસ્બ્રો’એ ‘મિસ્ટર પોટેટો’ નામમાંથી ‘મિસ્ટર’ કાઢી નાખ્યું, યુઝર્સે કંપનીનાં નામમાંથી ‘બ્રો’ કાઢવા પણ માગ કરી

2 દિવસ પહેલા
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

અમેરિકાનાં ફેમસ ટોય્ઝ મિ. પોટેટો હેડમાંથી ‘મિસ્ટર’ શબ્દ દૂર થઇ ગયો છે. આ બનાવનારી કંપની હેસ્બ્રો હવે ‘પોટેટો હેડ’ નામથી જ પ્રચાર કરશે. હાલમાં જ કંપનીએ તેની જાહેરાત કર્યા પછી સોશિયલ મીડિયા પર હવે ‘પોટેટો’ ટ્રેન્ડ કરવા લાગ્યું. ઘણા યુઝર્સે કહ્યું કે, કંપનીએ તેના નામમાંથી ‘બ્રો’ શબ્દ પણ કાઢી નાખવો જોઈએ. કંપનીનાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ કિમ્બર્લી બૉઈડે કહ્યું કે, ‘આ નિર્ણય પાછળનું કારણ સ્ત્રી-પુરુષ સમાનતા વધારવા અને લૈંગિક ભેદભાવ દૂર કરવાનું છે.’

અમેરિકામાં ટીવી પર સૌપ્રથમ આ રમકડાંની જાહેરાત આવી હતી
મિ. પોટેટો હેડ રમકડાંની વિશાળ રેન્જ છે. તેમાં શરીરનાં અંગો જેમ કે આંખ, નાક-કાન અને અન્ય બીજી એક્સેસરીઝ જેમ કે ટોપીને પ્લાસ્ટિકનાં પોટેટોમાં મૂકી શકાય છે. કંપનીએ 1952માં ‘મિ. પોટેટો હેડ’ બનાવ્યું હતું. થોડા સમય પછી કંપનીએ પ્લાસ્ટિકનું પોટેટો બનાવવાનું શરૂ કર્યું. ટેલિવિઝન પર જાહેરાતમાં દેખાતું આ અમેરિકાનું પ્રથમ રમકડું હતું.

ઘણી કંપનીએ નામ બદલ્યાં
જો કે, કંપની પોતાનાં અન્ય રમકડાં ‘મિસ્ટર એન્ડ મિસિઝ હેડ’નું નામ બદલ્યું નથી. LGBTQ માટે કામ કરતી એક સંસ્થાએ કહ્યું કે,‘ હેસ્બ્રો કંપનીનાં ટોય્ઝ બાળકો ભેદભાવ ન રાખવાનું શીખવાડી રહ્યા છે. વર્ષોથી ચાલતા આવતી માન્યતાઓનો અંત આવશે.’

છેલ્લાં ઘણાં વર્ષોથી ઘણી કંપનીઓ તેમની બ્રાન્ડ્સનાં નામ બદલી રહી છે. ઉદાહરણ તરીકે બાર્બી ડૉલ પહેલાં માત્ર ગોરા સ્કિન ટોનમાં જ આવતી હતી, પરંતુ હવે ડિફરન્ટ સ્કિન કલર અને અલગ-અલગ શારીરિક આકારમાં આવે છે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...