તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય વિદ્યાર્થીઓ પાછળ રહી ગયા:સ્પેનની મારિયા વારાણસીની સંસ્કૃત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવીને ‘આચાર્ય’ બની, આનંદીબેન પટેલના હસ્તે મેડલ મેળવનારી મારિયા હવે સ્પેનમાં સંસ્કૃત શીખવશે

2 દિવસ પહેલા
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

‘આખા વિશ્વને જાણવું હોય તો ભારતની પ્રાચીન સંસ્કૃતિ વાંચો’ આ શબ્દો યુરોપમાં આવેલા સ્પેન દેશની રહેવાસી મારિયાના છે. વારાણસીની ‘સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી’માંથી મારિયાએ સંસ્કૃતમાં ‘પૂર્વ મીમાંસા’ વિષયમાં આચાર્યની ડિગ્રી લેવા અનેક ભારતીય વિદ્યાર્થીઓને પાછળ મૂકીને ટોપ કર્યું છે. મારિયાને મંગળવારે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આંનદીબહેન પટેલે ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરી.

આંનદીબહેને કહ્યું કે, આ માત્ર એક ભાષા કે વિષય નહિ દર્શાવતી, પરંતુ આપણી પરંપરાને વેગ આપવા માટે એક મહત્વનો સ્રોત છે. સંસ્કૃત ભાષા વગર કોઈ પણ ભારતીય ભાષામાં પૂર્ણતા ન મળી શકે. આ વિદ્યામાં માત્ર કર્મકાંડ જ નથી પરંતુ આર્ય ભટ્ટ, વસ્તુ શાસ્ત્રની 64 કલાઓ, રાજનીતિ શાસ્ત્ર, નિયત શાસ્ત્ર, સમાજ શાસ્ત્ર, નાટ્ય શાસ્ત્ર વગેરે સામેલ છે. તેનાથી જ આખા વિશ્વમાં અધ્યાત્મનો વિસ્તાર થયો છે.

સ્પેનમાં લોકોને સંસ્કૃત શીખવાડશે

સંસ્કૃત ભાષા અને સનાતન સંસ્કૃતિને લીધે દેશ એકતાના સૂત્રમાં બંધાયેલો છે. ઉલ્લેખનીય છે કે 1791માં સ્થાપિત સંસ્કૃત મહાવિદ્યાલય જ હાલની સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય છે. 1974માં તેનું નામ બદલીને ‘સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય’ રાખવામાં આવ્યું હતું.

સંસ્કૃતમાં વિશ્વનું જ્ઞાન ભરેલું છે, આથી સ્પેનથી કાશી આવી
સન્માન મળ્યા પછી મારિયાએ કહ્યું કે, સંસ્કૃત એવી ભાષા છે જેમાં આખી દુનિયાનું જ્ઞાન છે. આથી સંસ્કૃત ભાષા શીખવા સ્પેનથી અહીં આવી. ગુરુજીના આશીર્વાદથી આચાર્યનું સન્માન મળ્યું. હવે હું જીવનભર મારા દેશ સ્પેનમાં સંસ્કૃત ભાષાનો પ્રચાર કરીશ.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...