તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોલ્ડન ગર્લની મજબૂરી:ઝારખંડમાં નેશનલ લેવલની ચેમ્પિયન તીરંદાજ મમતા ટુડુ ભજિયાં વેચીને ગુજરાન ચલાવે છે

એક દિવસ પહેલા
  • તેણે વિજયવાડામાં અંડર 13 આર્ચરીમાં નેશનલ ચેમ્પિયનનો અવોર્ડ જીત્યો હતો
  • લોકો તેને ગોલ્ડન ગર્લ નામથી ઓળખે છે
  • સરકાર મદદ કરે તેવી આશા છે
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

લોકડાઉનની અસર આપણા દેશ પર એટલી બધી થઇ છે કે, લાખો લોકો બેરોજગાર થઇ ગયા છે. બે ટંકનું ભોજન મળવું પણ મુશ્કેલ થઇ ગયું છે. માત્ર શ્રમિક વર્ગ જ નહિ પણ ઘણા ટેલેન્ટેડ લોકો પણ આ મહામારીને લીધે આર્થિક તંગીમાં સંપડાયા છે. આવા જ લોકોમાં 23 વર્ષીય તીરંદાજ મમતા ટુડુ પણ સામેલ છે. ઝારખંડની રહેવાસી મમતા એક નેશનલ લેવલ આર્ચરી પ્લેયર છે. તેણે વિજયવાડામાં અંડર-13 આર્ચરીમાં નેશનલ ચેમ્પિયનનો અવોર્ડ જીત્યો હતો. ત્યારથી લોકો તેને ‘ગોલ્ડન ગર્લ’ નામથી ઓળખે છે.

2010 અને 2014માં મમતાએ જુનિયર અને સબ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહામારીને લીધે પરિવારની જવાબદારી લેવી મુશ્કેલ છે. હાલ મમતા ભજિયાં વેચીને ગુજરાન ચલાવી રહી છે. મમતાને બાળપણથી આર્ચરીનો શોખ હતો. તેણે 13 વર્ષની ઉંમરે પિતાએ બનાવીને આપેલા ધનુષથી તીરંદાજી શરૂ કરી હતી. તે ધનબાદ મુખ્યાલયથી દૂર સંભાલટોલામાં માતા-પિતા અને નાના ભાઈઓ સાથે રહે છે.

લોકલ પબ્લિક મમતાની મદદ કરે છે

પકોડા વેચી ઘરે ચલાવે છે
મહામારી પહેલાં તે રાંચી એક્સિલન્સીમાં પ્રેક્ટિસ કરતી હતી, પરંતુ કોરોનાને લીધે તે બંધ થઇ ગયું અને મમતા ઘરે આવી ગઈ. અહીં આવ્યા પછી પરિવારની ખરાબ હાલત તેનાથી જોઈ ના શકાઈ. તેણે એક નાનકડી દુકાનમાં ભજિયાં વેચવાની શરૂઆત કરી.

સરકાર મદદ કરે તેવી આશા
મમતાનાં પિતા એક શ્રમિક છે. તેણે કહ્યું, મારા પિતાનું કામ પણ ક્યારેક ચાલે છે, ક્યારેક બંધ થઇ જાય છે. તેવામાં ઘર ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બની જાય છે. આથી મેં ભજિયાં વેચવાના શરૂ કર્યા. જો કે, મમતા આર્ચરીમાં દેશ માટે વધારે અવોર્ડ જીતવા ઈચ્છે છે. તેને આશા છે કે સરકાર તેની મદદ કરશે. જો તેને નોકરી મળી જશે તો તીરંદાજીની પ્રેક્ટિસ પણ ચાલુ રાખશે.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...