નારંગી ધોધનું રહસ્ય:તે ધોધથી પડતો લાવા નથી, પરંતુ પાણી પર પડતા સૂર્યના કિરણોથી 'ફાયરફૉલ' નારંગી કલરનો દેખાય છે
અમેરિકાની યોસેમાઈટ વેલીમાં આવેલ 'ફાયરફૉલ' નામનો ચમકતા નારંગી ધોધની તસવીર વાઈરલ થઈ રહી છે. અમુક સોશિયલ મીડિયા યુઝર્સ તેને ધોધથી પડતો લાવા પણ જણાવી રહ્યા છે. નેશનલ પાર્ક સર્વિસના જણાવ્યા પ્રમાણે, આવું ફેબ્રુઆરીમાં થાય છે. ફેબ્રુઆરી મહિનાનાં છેલ્લા 2 સપ્તાહમા ધોધની પાછળથી આવી રહેલી સૂર્યના કિરણોથી તે નાંરગી કલરનો દેખાય છે.
ઓનલાઈન બુકિંગ બાદ ધોધ જોઈ શકાશે
યોસેમાઈટ વેલીમાં 2 હજાર ફૂટનો ધોધ જોવા માટે આ વર્ષે લોકો અહીં નથી આવી શક્યા. કોરોનાના કારણે ઓનલાઈન બુકિંગ બાદ એક નક્કી સંખ્યામાં લોકોને એન્ટ્રી મળી રહી છે. દર વર્ષે અહીં લોકોની સંખ્યાને ઘટાડવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, અહીં પર્યટકો અને ફોટોગ્રાફર્સની સંખ્યા વધારે હોવાથી ચટ્ટાનને નુકસાન પહોંચી રહ્યું છે તેથી સંખ્યા મર્યાદિત કરવામાં આવી.
શિયાળામાં અને વસંતમાં ધોધની સુંદરતા જોવા લાયક
નેશનલ પાર્ક સર્વિસના અનુસાર, ધોધનો નજારો શિયાળામાં અને વસંતમાં જોવા લાયક હોય છે. જો સિઝન બરાબર હોય તો સૂર્યની કિરણો ધોધ પર પડે છે અને અહીંની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. ઘણી વખત અહીં પર્યટકો આ દૃષ્ય જોવા માટે આવે છે પરંતુ ત્યારે આવું ન થવાથી તેઓ નિરાશ થઈ જાય છે.
સાંજના સમયે રોનક વધી જાય છે
અહીં ધોધને જોવાનો સૌથી સારો સમય સાંજનો હોય છે. આ સમયે આકાશ એકદમ સાફ હોય છે. જો આકાશમાં કેટલાક વાદળ હોય છે તો સૂર્યના સીધા કિરણો અહીં નથી પહોંચતા તેથી નારંગી કલરની સુંદર તસવીર જોવા નથી મળતી.